તિરુપતિ બાલાજીના દર્શન હવે જમ્મુ કાશ્મીરમાં પણ -શ્રદ્ધાળુંઓ માટે પહેલી વખત 8 જૂને ખોલવામાં આવશે કપાટ
- હવે જમ્મુ કાશ્મીરમાં તિરુપતિ બાલાજીના કરી શકાશે દર્શન
- 8 જૂનના રોજ ભક્તો માટે પેહલી વખત ખુલશે મંદિરના કપાટ
શ્રીનગરઃ- હવે તિરુપતિ બાલાજીના દર્શન જમ્મુ કાશ્મીર જતા ભક્તો પણ કરી શકશે, 8 જૂનના રોજ પ્રથછમ વખત આ મંદિરના કપાટ ભક્તો માટે ખોલવામાં આવી રહ્યા છે. 8 જૂન, ગુરુવારે તિરુપતિ બાલાજી મંદિર ખોલવા માટે તૈયાર છે કારણ કે માજીનમાં શિવાલિક જંગલોની વચ્ચે સહાયક સુવિધાઓ સાથેનું નિર્માણ કાર્ય હવે પૂર્ણ થઈ ચૂક્યું છે ભક્તોના લાંબા ઈંતઝારનો હવે આંત આવ્યો છે.
તિરુપતિ બાલાજી મંદિર એ જમ્મુ ક્ષેત્રનું સૌથી મોટું મંદિર હશે. હજારો લાખઓ ભક્તો આ મંદિરના દર્શનાર્થે આવશે,જેના કારણે અહીના પ્રવાસનને પણ વેગ મળશે.દેશનું સૌથી લોકપ્રિય મંદિરોમાંનું એક, તિરુપતિ બાલાજી મંદિર દર વર્ષે લાખો ઉપાસકોની આસ્થાનું પ્રતિક બને છે.
જો મંદિર વિશે વાત કરીએ તો આ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન વેંકટેશ્વરને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે મંદિરની મુલાકાત લેવા અને ભગવાનના આશીર્વાદ મેળવવાથી સૌભાગ્ય, સમૃદ્ધિ અને સુખ મળે છે.
મંદિરનું નિર્માણ આ મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં જ પૂર્ણ થઈ ગયુ હતું. અહેવાલો અનુસાર, જમ્મુના તિરુપતિ બાલાજી મંદિરના પૂજારીઓએ 4 જૂને વિશેષ પૂજા પણ કરી હતી. ત્યારબાદ મંદિર 8 જૂને ઉપાસકોનું સ્વાગત કરશે અને ત્યારબાદ ઉપરાજ્યપાલ મનોજ સિંહા દ્વારા ઉદ્ઘાટન સમારોહ યોજાશે.
આંધ્રપ્રદેશના સીએમ, વાયએસ જગનમોહન રેડ્ડીને 8 જૂને જમ્મુમાં શ્રી વારી મંદિરના મહાસંપર્કની ઉજવણીમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમની સાથે ટીટીડીના અધ્યક્ષ વાય.વી. સુબ્બા રેડ્ડી ઉપરાંત અન્ય પૂજારીઓ અને બોર્ડના સભ્યો પણ હાજર રહેશે.