
5 એપ્રિલ સુધી લખનઉમાં કલમ 144 લાગુ રહેશે, આ નિયમો લાગુ પડશે
- લખનઉમાં કલમ 144 લાગુ
- 5 એપ્રિલ સુધી રહેશે લાગુ
- આંદોલન-ધરણા પર પ્રતિબંધ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં મંગળવારે સવારે તાત્કાલિક અસરથી કલમ 144 લાગુ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ કાયદો અને વ્યવસ્થા જાળવવા 5 એપ્રિલ સુધી કલમ 144 લાગુ રાખવા ઓર્ડર આપવામાં આવ્યા છે. આ દરમિયાન કોઇપણ પ્રકારના ચૂંટણીઓના પ્રદર્શન,આંદોલન અને રેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 200 થી વધુ લોકો એકઠા થઇ શકશે નહીં. લોકોની ક્ષમતાનો માત્ર 50 ટકા ભાગ ખુલ્લી જગ્યામાં એકત્રિત કરી શકાશે. દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું પડશે,સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે.
જારી કરેલા હુકમ મુજબ પોલીસની પરવાનગી લીધા વિના કોઈ શોભાયાત્રા નીકળશે નહીં. સવારે દસ વાગ્યાથી રાત્રે છ વાગ્યા સુધી કોઈ પણ જગ્યાએ લાઉડસ્પીકર વગાડવામાં આવશે નહીં. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિ લાકડીઓ,તીક્ષ્ણ ધારની છરીઓ,તલવારો અને ત્રિશૂળ રાખશે નહીં.
આદેશ મુજબ કોઈ ધાર્મિક સ્થાનો,દીવાલો પર કોઈપણ પ્રકારના ધાર્મિક ઝંડા,બેનરો,પોસ્ટરો લગાવવામાં આવશે નહીં.મકાનોની છત પર ઇંટ,પથ્થર,સોડા પાણીની બોટલ,વિસ્ફોટક સામગ્રી જમા કરાવી શકાશે નહીં.
-દેવાંશી