1. Home
  2. ગુજરાતી
  3. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપ આગળ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપ આગળ

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપ આગળ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેની આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં પ્રાથમિક ટ્રેન્ડથી જ ભાજપના ઉમેદવારો આગળ હતા. જ્યારે વર્ષ 2015ની સરખામણીએ કોંગ્રેસને નુકશાન થવાની શકયતા જોવા મળી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ 1 અને 7માં, પોરબંદર પાલિકાના વોર્ડ 1,2,4, નડિયાદ પાલિકાના વોર્ડ 9, ડભોઈ પાલિકાના વોર્ડ-1, ધોળકા પાલિકાના વોર્ડ-1, કલોલ પાલિકાના વોર્ડ-7, ઊંઝા પાલિકાના વોર્ડ-1, વ્યારા પાલિકાના વોર્ડ-1 અને 2 સહિતની બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી. જ્યારે અનેક બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો હરિફ કોંગ્રેસ સામે આગળ ચાલી રહ્યાં છે. જ્યારે રાજપીપળા પાલિકાના વોર્ડ-2 અને ધોળકા વોર્ડ-1માં અપક્ષ ઉમેદવારો જીત્યાં હતા. કરજણ તાલુકા પંચાયતની સામરી બેઠક, નસવાડી તાલુકા પંચાયતની બરોલી, મહેસાણા જિલ્લા પંચાયતની ડાભલા, વડોદરા જિલ્લા પંચાયતની ચોરંદા બેઠક, ગાંધીનગર જિલ્લા પંચાયતની બિલોદરા બેઠક, રાજકોટ જિલ્લા પંચાયતની ભડલી બેઠક, મોરવા હડફ જિલ્લા પંચાયતની આગરવાડા બેઠક ઉપર ભાજપા ઉમેદવારોની જીત થઈ હતી.

ખાનપુર તાલુકા પંચાયતની થોલખાખરા, રાજકોટ જિલ્લા પંચાયતની કોટડાસાંગાણી, વ્યારા તા.પં.ની કપૂરા અને બોરખડીમાં કોંગ્રેસની જીત હતી. મોરબીમાં ટાઈ પડતા ફરીથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. તાલુકા પંચાયતની આમરણ બેઠક પર ટાઈ પડી હતી. કોર્પોરેશનની ચૂંટણી બાદ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાની હાજરી નોંધાવી છે. અમરેલીમાં ધારી તા.પં.ની ભાડેર બેઠક પર AAPની જીત હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 2655 ઉમેદાવારોએ ઝંપલાવ્યું હતું. આવી જ રીતે 231 તાલુકા પંચાયતની 4774 બેઠકો માટે 12265 ઉમેદવારો ચૂંટણીજંગમાં છે. આ ઉપરાંત 81 નગરપાલિકાની 680 બેઠકો માટે 7245 ઉમેવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

વર્ષ 2015 જિલ્લા પંચાયતનું પરિણામ

ભાજપ         કોંગ્રેસ          અન્ય

368            595            9

 

વર્ષ 2015 તાલુકા પંચાયતનું પરિણામ

ભાજપ         કોંગ્રેસ          અન્ય

2019          2555          141

 

વર્ષ 2015 નગરપાલિકાનું પરિણામ

ભાજપ         કોંગ્રેસ          અન્ય

1197           673            209

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code