1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. UPSC: ગુજરાત સ્પીપાના 16 વિદ્યાર્થીઓ પણ સિલેક્ટ થયાં, યુવતીઓએ મેદાન માર્યું
UPSC: ગુજરાત સ્પીપાના 16 વિદ્યાર્થીઓ પણ સિલેક્ટ થયાં, યુવતીઓએ મેદાન માર્યું

UPSC: ગુજરાત સ્પીપાના 16 વિદ્યાર્થીઓ પણ સિલેક્ટ થયાં, યુવતીઓએ મેદાન માર્યું

0
Social Share

અમદાવાદઃ દેશમાં સનદી સેવા માટે લેવામાં આવતી સિવિલ સેવા પરીક્ષા 2022માં અંતિમ રિઝલ્ટની જાહેરાત સંઘ લોક સેવા આયોગે આજે એટલે કે મંગળવારે 23 મે 2023 જાહેરાત કરી છે. પસંદગી પામેલા ઉમેદવારોની યાદીમાં ઈશિતા કિશોર પ્રથમ નંબરે આવી છે. દિલ્હી યૂનિર્સિટીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાંથી ઈકોનોમિક્સમાંથી અભ્યાસ કરનારી ઈશિતા કિશોરની પ્રથમ પસંદગી થવા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, મને સફળતાની પુરેપુરી આશા હતા, પણ મેરિટ લિસ્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવું સુખદ આશ્ચર્ય છે. ગુજરાતમાં સ્પીપાના 16 વિદ્યાર્થીઓ પણ યુપીએસસી દ્વારા પસંદગી પામ્યા છે. કૂલ 933 ઉમેદવારો સિલેક્ટ થયાં છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને UPSC સિવિલ સર્વિસ એક્ઝામનું પરિણામ જાહેર કર્યું છે. ઉમેદવારો તેમનું પરિણામ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જોઈ શકે છે. આ પરીક્ષામાં ટોપ 4માં યુવતી આગળ છે, જેમાંથી ઈશિતા કિશોરે ઓલ ઇન્ડિયા રેન્ક-1 મેળવ્યો છે. બીજું સ્થાન ગરિમા લોહિયાએ અને ત્રીજું સ્થાન ઉમા હરતિ એનએ જીત્યું હતું. સ્મૃતિ મિશ્રા ચોથા ક્રમે અને ગેહાના નવ્યા જેમ્સ પાંચમા ક્રમે છે. ઉમેદવારોના માર્ક્સ પરિણામ જાહેર થયાના લગભગ 15 દિવસ પછી જાહેર કરવામાં આવશે. ફાઈનલ રિઝલ્ટમાં કુલ 933 ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે, તેમાંથી 345 ઉમેદવાર બિન અનામત, 99 EWS, 263 OBC, 154 SC અને 72 ST કેટેગરીના છે. 178 ઉમેદવારની અનામત યાદી પણ તૈયાર કરવામાં આવી છે. IAS પદો પર પસંદગી માટે 180 ઉમેદવારને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.

UPSCએ 03 તબક્કામાં સિવિલ સર્વિસીઝ 2022 ઉમેદવારના વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લીધા હતા, જેનો ત્રીજો અને અંતિમ તબક્કો 18 મે, 2023ના રોજ પૂરો થયો હતો. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા જાહેર કરાયેલી સિવિલ સર્વિસીઝ મેઇન્સ 2022ના પરિણામ મુજબ, સિવિલ સર્વિસીઝ પ્રીલિમિનરી અને મેઈન પરીક્ષામાં લાયકાત ધરાવતા લગભગ 2,529 ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષા 2022 હેઠળ IAS, IPS સહિત 1011 પોસ્ટની ભરતી કરી છે.

ગુજરાત સ્પીપાના 16 સ્ટુડન્ટ્સે મેદાન માર્યું છે. જેમાં 1. અતુલ ત્યાગી,,2. દુષ્યંત ભેડા,,3. વિષ્ણુ શશીકુમાર,,4. ચંદ્રેશ સખાલા,,5. જોગાણી ઉત્સવ સતીષભાઈ, 6. માણસી મીણા,,7. કાર્તિકેય કુમાર,,8. મૌસમ મહેતા,,9. મયૂર પરમાર, 10. આદિત્ય અમરાણી,,11. કેયૂર પારગી,,12. નયન સોલંકી, 13. મંગેરા કૌશિક ભાનુભાઈ. 14. ભાવનાબેન વાઢેર, 15. ચિંતન દૂધેલા અને 16. પ્રણવ ગૈરોલાનો સમાવેશ થાય છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code