
- નાટોને યુએસ એ આપી મિવાન મોકલાવી મંજૂરી
- પરંતુ એક દેશ આગળ ન આવ્યો
દિલ્હીઃ- રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે વાટાઘાટો ચાલુ છે. જો કે બંને દેશો વચ્ચે ત્રણ તબક્કાની વાતચીત થઈ છે, જો કે હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. આ સાથે જ રશિયાએ ધમકી આપી હતી કે જો કોઈ અન્ય દેશ યુક્રેનની મદદ કરશે તો તેને પણ યુદ્ધમાં સામેલ ગણવામાં આવશે.
આ સાથે જ અમેરિકાએ રશિયા પર ઘણા પ્રતિબંધો લગાવ્યા છે અને હવે નાટો દેશોને યુક્રેનને ફાઈટર જેટ આપવાની છૂટ આપી છે. જો કે, અત્યાર સુધી કોઈપણ દેશે યુક્રેનને ફાઈટર એરક્રાફ્ટ આપવાની કોઈ મજબૂત યોજના જણાવી નથી.
અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે યુક્રેનની મદદ માટે ન તો સેના મોકલશે કે ન તો વાયુસેના. આવી સ્થિતિમાં એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે કે અન્ય કોઈ દેશ ફાઈટર જેટ મોકલીને યુક્રેનને મદદ કરશે. અમેરિકાએ કહ્યું છે કે યુદ્ધમાં ભાગ ન લઈને પણ યુક્રેનને દરેક રીતે મદદ કરવામાં આવશે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુએસ અને યુરોપિયન દેશોને કિવને મદદ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે યુક્રેનની સેનાને ફાઈટર જેટ મોકલાવીને અમારી મદદે આવો ,રિપોર્ટ અનુસાર, પોલેન્ડ મિગ-29 મોકલવા માંગતું હતું. જો કે પછી તે વાત નકારવામાં આવી પોલેન્ડ સિવાય અન્ય નાટો દેશો પણ આ મામલે મદદ કરવા તૈયાર નથી.
ઉલ્લેખનીય છે કે સૈન્ય શક્તિની બાબતે યુક્રેન રશિયાથઈ ઘમું પાછળ પડી ગયું છે જેને લઈને યપુક્રેનમાં તબાહી મચી રહી છે,રશિયા પાસે અનેક મિસાઈલ ફઆઈટર જેટ હોવાથઈ તેણ યુક્રેન સામે યુદ્ધ છેડ્યું છે
ઉલ્લેખનીય છે કે રશિયન એરફોર્સ પણ ખૂબ શક્તિશાળી છે. યુક્રેન પાસે કુલ 67 ફાઈટર જેટ અને 34 એટેક હેલિકોપ્ટર છે. રશિયા પાસે 1500 ફાઈટર એરક્રાફ્ટ અને 538 હેલિકોપ્ટર છે. જો પોલેન્ડ યુક્રેનને ફાઈટર જેટ આપશે તો પોલેન્ડના પાઈલટ જ તેને ઉડાડશે અથવા યુક્રેનિયન પાઈલટને સોંપશે. બંને કિસ્સાઓમાં, પોલેન્ડને યુદ્ધમાં સીધું સામેલ ગણવામાં આવતું હતું.જો પોલેન્ડ આમ કરે છે તો રશિયા તેને યુદ્ધમા સામેલ ગણી શકે છે.