1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડન ફરી કોરોના પોઝિટિવ આવ્યા – હોમઆઈસોલેટ થયા
અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડન ફરી કોરોના પોઝિટિવ આવ્યા – હોમઆઈસોલેટ થયા

અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડન ફરી કોરોના પોઝિટિવ આવ્યા – હોમઆઈસોલેટ થયા

0
Social Share
  • અમેરિકી રાષ્ટ્રપતિ જોબાઈડનને  ફરી થયો  કોરોના 
  • ડોક્હોટરની સલાહ પર હોમઆઈસોલેટ થયા

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો છૂટાછવાયા જોવા મળી રહ્યા છે હજી કોરોના સંપૂર્મ ગયો નથી આવી સ્થિતિમાં વિશ્વની મહાસત્તા ગણાતા દેશ અમેરિકામાં પણ કોરોના જોવા મળે છે ત્યારે હવે ફરી અમેરિકાના રાષ્ટ્રપતિને કોરોના થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

જાણકારી પ્રમાણે અમેરિકી રાષ્ટ્રપતિ જોબઈડેન ફરી એકવાર કોરોના પોઝિટિવ આવ્યા છે. તે જ સમયે, ડોકટરોની સલાહ લઈને, તેઓ ફરીથી  ક્વોરોન્ટાઈન છયા છે.આ પહેલા પણ રાષ્ટ્રપતિ બાઈડેન કોરોનાથી સંક્રમિત થયા હતા.

રાષ્ટ્રપતિના ડોક્ટર કેવિન ઓ’કોનોરે જણાવ્યું હતું કે 79 વર્ષીય જોબાડેન શનિવારે એન્ટિજેન ટેસ્ટ દરમિયાન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. વ્હાઇટ હાઉસે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ કડક રીતે ક્વોરોન્ટાઈનનું પાલન કરી રહ્યા છે.આ મામલે વધુમાં વ્હાઇટ હાઉસે કહ્યું કે  આ સમયે સારવાર ફરીથી શરૂ કરવાનું કોઈ કારણ નથી, પરંતુ “અમે સ્પષ્ટપણે નજીકથી અનુસરવાનું ચાલુ રાખીશું.”

ઉલ્લેખનીય છે કે બાઈડેનને યુએસ પ્રમુખ તરીકે હોદ્દો સંભાળતા પહેલા ફાઈઝરની કોવિડ વિરોધી રસીના બંને ડોઝ લીધા હતા. ત્યારબાદ બાઈડેને સપ્ટેમ્બર 2021માં પ્રથમ બૂસ્ટર ડોઝ લીધો હતો , તેઓ કોરોનાની  આ લહેરમાં બીજી વખત સંક્રમિત થયા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code