યુએસ રાષ્ટ્રપતિનો નિર્ણય – વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે ભારતીય મૂળના અજય બંગાને નોમિનેટ કર્યા
- વિશ્વબેંકના પ્રમુખ પદ માટે ભારતીય મૂળના અજય બંગા નોમિનેટ
- યુએસ રાષ્ટ્રપતિએ આ પદ માટે નામાકિંત કર્યા
દિલ્હીઃ- દેશ વિદેશમાં મૂળ ભારતીયો દેશનું નામ રોશન કરી રહ્યા છએ અને હોદ્દાઓ પર તેઓ ફરજ બજાવી રહ્યા છે ત્યારે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને વિતેલા દિવસને ગુરુવારના રોજ જણાવ્યું હતું કે યુએસ ભારતીય-અમેરિકન વ્યવસાયી દિગ્ગજ અજય બંગાને વિશ્વ બેંકનું નેતૃત્વ કરવા માટે નામાંકિત કરવામાં આવ્યા છે.
જાણકારી પ્રમાણે રાષ્ટ્રપતિ બાઈડેને પોતાના નિવેદનમાં એન પણ કહ્યું હતું કે ,ઈતિહાસની આ મહત્વપૂર્ણ ક્ષણે વિશ્વ બેંકનું નેતૃત્વ કરવા માટે અજય વિશિષ્ટ રીતે યોગ્યપાત્ર છે. 63 વર્ષીય બંગા હાલમાં જનરલ એટલાન્ટિકના વાઇસ ચેરમેન છે. આ પહેલા તેઓ માસ્ટરકાર્ડના પ્રમુખ અને મુખ્ય કાર્યકારી અધિકારી હતા.
બાઈડને કહ્યું, “અજયે ત્રણ દાયકાથી વધુ સમય વિતાવ્યો છે અને સફળ, વૈશ્વિક કંપનીઓનું સંચાલન કર્યું છે. આ એવી કંપનીઓ છે જે નોકરીઓનું સર્જન કરે છે અને વિકાસશીલ અર્થતંત્રોમાં રોકાણ લાવે છે