
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને થયો કોરોના – વ્હાઈટ હાઉસે આપી જાણકારી
- અમેરિકાના ઉપરાષ્ટ્ટપતિ કોરોના પોઝિટિલ
- કમલા હેરિસનો કોરોના રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ આવ્યો
વિશ્વભરમાં કોરોનાના કેસ સામાન્ય રીતે વધી રહ્યા છે ત્યારે અમેરિકામાં પણ કોરોનાના કેસ છૂટા છવાયા આવી રહ્યા છએ આવી સ્થિતિમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના પોઝિટિવ આવ્યા છે.આ અંગે વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે કમલા હેરિસનો કોરોના રિપોર્ટ વિતેલા દિવસને મંગળવારે પોઝિટિવ આવ્યો છે.
આ સાથે જ વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જિલ બિડેન છેલ્લા કેટલાક દિવસોમાં કમલા હેરિસના સંપર્કમાં આવ્યા નથી.તેથી તેઓ હાલ સલામત છે.તેઓને કોરોનાના કોઈ લક્ષણ નથી.
વ્હાઇટ હાઉસે આપેલી જાણકારી પ્રમાણે કમલા હેરિસના ઝડપી અને પીસીઆર બંને ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કમલા હેરિસમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા નોહતા અને તેણે પોતાની જાતને ક્વલોરોન્ટાઈન કરી લીધી છે અને તે ઘરેથી કામ કરી રહ્યા છે. કમલા હેરિસનો રિપોર્ટ નેગેટિવ આવતા જ તે વ્હાઈટ હાઉસ પરત જશે.