
અમેરિકાના વિઝા માટે લાગશે માત્ર એક વિકનો સમય,એમ્બેસી પર લેવાતા ઈન્ટરવ્યુની લાંબી જોવાતી રાહમામં મળી રહાત
- હવે અમેરિકાના વિઝા માટે લાંબી રાહ નગહી જોવી પડે
- ઈન્ટરવ્યુના વેઈટિંગમાં 60 ટકાનો ઘટાડો
છેલ્લા ઘણા સમયથી અમેરિકા જવા માંગતા લોકોએ ઈન્ટરવ્યૂ માટે લાંબી રાહ જદોવી પડતી હતી ત્યારે હવે જેમ જેમ સ્લોટ ખુલી રહ્યા છે તેમ તેમ આ રાહ જોવાનો સમય ઘટતો જઈ રહ્યો છે.ત્યારે ફરી હવે ભારતમાંથી અમેરિકા જનારા લોકો માટે રાહતના સમાચાર છે.
છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકાના વિઝા મેળવવા માટેના ઈન્ટરવ્યુના સમયમાં ઘણો ઘટાડો થયો છે. આનો અર્થ એ છે કે તમારે પહેલાની સરખામણીએ અમેરિકા જવા માટે વિઝા ઇન્ટરવ્યુ માટે લાંબો સમય રાહ જોવી પડશે નહીં. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ વર્ષે લગભગ 10 લાખ વિઝા આપવાનું લક્ષ્ય રાખ્યું છે, જે મહામારી પહેલા કરતા વધુ છે. તેમણે કહ્યું કે અમે ભારતમાં અધિકારીઓની સંખ્યામાં વધારો કર્યો છે. સાથે જ હૈદરાબાદમાં નવું કોન્સ્યુલેટ ખોલવામાં આવી રહ્યું છે. આ સમયે અમારું સંપૂર્ણ ધ્યાન ફક્ત તેના પર છે કે અમે ભારતમાં અમારા વિઝા માટે રાહ જોવાનો સમય કેવી રીતે ઘટાડી શકીએ.
મીડિયાના રિપોર્ટની જો માનીએ તો યુએસ વિઝા સેવા વિભાગના ઉપ સહાયક સચિવ જુલી સ્ટફ્ટે કહ્યું કે ભારતમાં યુએસ વિઝા માટે ઈન્ટરવ્યુની રાહ જોવાનો સમય ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં કરવામાં આવેલા પ્રયાસોને કારણે રાહ જોવાના સમયમાં 60 ટકાનો ઘટાડો થયો છે,જેથી હવે એપ્લિકેશન ફોર્મ ભર્યા બાદ 1 કે દોઢ મહિનામાં જ ઈન્ટરવ્યૂનો સમય આવી જાય છે જેના માટે 3 થી 4 મહિનાની રાહ જોવી પડતી હતી.
વિઝા ઇન્ટરવ્યુ માટે રાહ જોવાનો સમય ઘટાડવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે અને સતત સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નવા પ્રયાસ હેઠળ ભારતમાં અમેરિકન અધિકારીઓની સંખ્યા વધારવામાં આવી રહી છે. આ સાથે અન્ય સ્થળોએ પણ રાજદ્વારી મિશન ખોલવામાં આવી રહ્યા છે.