1. Home
  2. ગુજરાતી
  3. યુક્રેન સંકટને લઈને અમેરિકાએ આપી ચેતવણી-  રશિયા કરી શકે છે રાસાણિક હુમલો
યુક્રેન સંકટને લઈને અમેરિકાએ આપી ચેતવણી-  રશિયા કરી શકે છે રાસાણિક હુમલો

યુક્રેન સંકટને લઈને અમેરિકાએ આપી ચેતવણી-  રશિયા કરી શકે છે રાસાણિક હુમલો

0
Social Share
  • અમેરિકાએ આપી ચેતવણી
  • યુક્રેન પર રશિયા રાસાણિક હુમલો કરી શકે છે

 

દિલ્હીઃ-  રશિયાએ યુક્રેન પર હુમનલો કર્યો તેને આજે 15 દિવસ થયા ,સતત 15 દિવસથી રશિયા દ્રારા યુક્રેનમાં તબાહી મચી રહી છે ત્યારે હવે અમેરિકાએ ફરી ચેતવણી આપી છે કે રશિયા રાસાણિક હુમલો યુક્રેન પર કરી શકે છે.

 યુદ્ધના પંદરમા દિવસે પણ તે અટકવાના કોઈ સંકેત દેખાતા નથી, જોકે બંને દેશોનું વલણ કંઈક અંશે નરમ પડ્યું છે. જ્યારે યુક્રેન નાટોના સભ્યપદ પરના તેના આગ્રહથી પીછેહઠ કરી રહ્યું છે, ત્યારે રશિયાએ કહ્યું છે કે તે યુક્રેનની વર્તમાન સરકારને પછાડવા માંગતો નથી પરંતુ દેશને તટસ્થ બનાવવા માંગે છે.

તો બીજી તરફ યુક્રેનમાં રશિયા દ્વારા રાસાયણિક અને જૈવિક હુમલાની સંભાવના સામે અમેરિકાએ ચેતવણી આપી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ નાટોમાં જોડાવાની જાહેરાત ન કર્યા બાદ રશિયન પ્રમુખ પુતિને પણ નમ્રતા દર્શાવી છે. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું છે કે અમારો ઉદ્દેશ્ય યુક્રેનની સરકારને પછાડવાનો નથી, પરંતુ તટસ્થ સ્થિતિ સુનિશ્ચિત કરવાનો છે. રશિયા આ લક્ષ્ય હાંસલ કરવાનું ચાલુ રાખશે. વાટાઘાટોના આગામી રાઉન્ડમાં યુક્રેન તરફથી વધુ નોંધપાત્ર પ્રગતિની અપેક્ષા છે, મારિયાએ જણાવ્યું હતું. વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ તુર્કીમાં છે, જ્યાં તેઓ યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબા સાથે વાતચીત કરશે.

બાઈડન પ્રશાસને ચેતવણી આપી છે કે રશિયા યુક્રેનમાં રાસાયણિક અથવા જૈવિક શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ યુક્રેનમાં રાસાયણિક હથિયારોના સંભવિત ઉપયોગ અંગે ચેતવણી આપી હતી. બીજી તરફ રશિયાએ અમેરિકા પર યુક્રેનમાં જૈવિક હથિયારો એકત્ર કરવાનો આરોપ લગાવ્યો છે. સાકીએ યુક્રેનના દાવાને નકારી કાઢતા કહ્યું કે રશિયાના આરોપો ખોટા અને વાહિયાત છે.

ઉલ્લેખની છે કે રશિયા એ યુક્રેન પર કરેલા હુમલાને લઈને અનેક દેશઓ મદદ કરવા ઈચ્છે છે ત્યારે અમેરિકાના નીચલા ગૃહ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે યુક્રેન અને તેના સહયોગીઓને 13.6 બિલિયન ડોલરની સહાયના પ્રસ્તાવને મંજૂરી આપી છે. તે યુક્રેનને $1.5 ટ્રિલિયન બહુપક્ષીય નાણાકીય સહાયનો એક ભાગ છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code