
તમારા વાળની તમામ પ્રકારે કાળજી રાખવા દહીં સાથે આટલી વસ્તુઓના કરો ઉપયોગ
- તૂટતા વાળને રોકવા માટે દહીં બેસ્ટ
- ખરતા વાળને અટકાવે છે દહીં
- વાળને મજબૂત બના વે છે દહીં
દરેક બદલતઋતુમાં આપણા સૌ કોઈને વાળની સમસ્યા રહે છે જો કે વાળની કુદરતી રીતે માવજત કરવામાં આવે તો વાળને પુરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે તો ચાલો જોઈએ આ પોષણ યૂક્ત દહીંમાંથી કન્ડિશનર બનાવીને વાળ પર અપ્લાય કરવાની રીત, કારણ કે દહીંમાં પ્રોટીન અને વિટામિન બી 5 હોય છે જે વાળને સારા બનાવામાં મદદ કરે છે.દહીંમાં એન્ટી ફંગલ ગુણ રહેલા હોય છે જે વાળ માટે ખુબજ લાભદાયી સાબિત થાય છે.
વાળમાં દહીં લગાવાથી ખોળો દૂર થાય ચે આ માટે 1 વાટકી દહીમાં 1 કપ મેથીનો પાવડર મિક્સ કરીને વાળમાં અપ્લાય કરી 30 મિનિટ રહેવાદો ત્યાર બાદ હુંફાળા પાણીે વાળને ઘોઈલો.
દહીંમાં ઓલિવ ઓઇલ મિક્સ કરીને વાળમાં લગાવવામાં આવે તો વાળને ઘણો લાભ થાય છે. જો તમારી વાળ ઉતરવાની સમસ્યા છે તો તે પણ આ ઉપાયથી દૂર થઇ જાય છે.
આ સાથે જ લીમડાના પાનની પેસ્ટ બનાવીને તેમાં દહીં મિક્સ કરીદો ત્યાર બાદ તેમાં 2 ચમચી એલોવેરા જેલ પણ એડ કરીદો હવે આ પેસ્ટને વાળની સ્કેલ પર અને વાળ પર લગાવો જેથી વાળમાં આવતી ખંજવાળ દૂર થશે અને વાળ કાળા ઘટ્ટ પણ બનશે.
આ સાથે જ માત્ર દહીં અને એલોવેરા પણ વાળને સારુ પોષણ આપે છે, આ માટે તમારે સૌ પ્રથમ તમારે એક બાઉલમાં દહીં, એલોવેરા જેલ, મધ અને ઓલિવ ઓઇલ મિક્સ કરી લેવું અને એ સ્કેલ્પ પર લગાવવું. પછી મસાજ કરવી. આ પેકને 40 થી 45 મિનિટ સુધી લગાવી રાખવું ત્યાર બાદ વાળને વોશ કરી લેવા.