
લખનૌઃ શાહજહાંપુર શહેરના સદર બજાર સ્થિત મેરેજ હોલમાં વિવાહ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી દારૂના નશામાં ચકચૂર વરરાજા સીધી રીતે ઉભો રહી શકતો ન હતો. એટલું જ ઘોડી ઉપર બેસલા પહેલા અનેક વગર નીચે પણ પડ્યો હતો. દારૂના નશામાં ચકચૂર વરરાજાની હાલત જોઈને કન્યાએ લગ્ન કરવાનો ઈન્કાર કર્યો હતો. આ મુદ્દે આખી રાત વિવાદ ચાલ્યો હતો અને અંતે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જ્યાં બંને પક્ષ દ્વારા તમામ સામાન એક-બીજાને પરત કર્યો હતો. ત્યાર બાદ વરરાજા કન્યા વગર જ ઘરે પરત ફર્યો હતો. બીજી તરફ જીંદગી ખરાબ થતા બચી ગયાનું કન્યાએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ખુટારમાં રહેતી યુવતી પરિવાર સાથે લગ્ન માટે શાહજહાંપુરમાં સદર બજાર ખાતે આવેલી મેરેજ હોલ આવી હતી. સાંજના સુભાષનગરથી વરરાજા બેન્ડ-બાજા સાથે જાન લઈને મેરેજ હોલ પહોંચ્યો હતો. વરરાજાએ ઘોડી ઉપર બેસવાનું હતું જો કે, વરરાજા દારૂના નશામાં ચરચૂર હોવાથી ઘોડી ઉપર સવારી કરી શક્યો ન હતો. અનેક વાર નીચે પણ પડી ગયો હતો.
આ વાત દુલ્હન સુધી પહોંચી હતી. વરરાજાના લથડિયા ખાતા પગ જોઈને કન્યાએ પોતાનો કન્ટ્રોલ ગુમાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે, વ્યક્તિ પોતાના લગ્નમાં જ દારૂ પીને આવ્યો છે અને હોશ પણ નથી કે પોતાની જીંદગી ખરાબ કરી રહ્યો છે. તેમજ કન્યાએ લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જેથી મેરેજ હોલમાં નાસભાગ મચી ગયા હતા. સમાજના આગેવાનોએ બંને પક્ષને સાથે બેસાડીને મામલો શાંત પાડ્યો હતો. તેમજ લગ્નની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. જો કે, કન્યાએ દારૂડિયા વરરાજા સાથે લગ્ન કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. અંતે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
પોલીસે બંને પક્ષને સમજવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અધિકારી અશોક પાલે જણાવ્યું હતું કે, કન્યાના પરિવારજનો કોઈ ફરિયાદ નોંધાવવા તૈયાર ન હતા. જેથી બંને પક્ષ સમધાન કરીને પરત જતા રહ્યાં હતા.