1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉત્તરકાશીમાં ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.3 નોંધાઈ
ઉત્તરકાશીમાં ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.3 નોંધાઈ

ઉત્તરકાશીમાં ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.3 નોંધાઈ

0
Social Share
  • ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા
  • સ્થાનિકોમાં અફરાતફરી જોવા મળી
  • રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતા નોંધાઈ

દિલ્હીઃ-વિતેલા દિવસ શુક્રવારનો રોજ ઉત્તરાખંડના બાગેશ્વરમાં ભૂકંપના આંચકા આવ્યા હતા ત્યારે હવે આજે શનિવારના રોજ સવારે 11 અને 27 મિનિટે ઉત્તરકાશી જીલ્લા સહીત કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભફવાયા હતા, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉત્તરકાશી નંધાયું છે જેની રિક્ટર સ્કેલ પર તિવ્રતા 3.3 નોંધવામાં આવી છે.

આ ભૂકંપની  તીવ્રતા એટલી હતી કે લોકો ઘર-દુકાનોમાંથી બહાર આવી ગયા હતા.ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ ભૂકંપ અંગે વિસ્તૃત માહિતી એકઠી કરી રહ્યું છે. હાલમાં ભૂકંપના કારણે  કોઈ નુકસાન થવા પામ્યું નથી.

શુક્રવારે સવારે 10.5 કલાકે ભૂકંપથી ઉત્તરાખંડની ધરતી હચમચી ઉઠી હતી. શુક્રવારે સવારે બાગેશ્વરમાં આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 માપવામાં આવી હતી.

હવે ઉત્તરાખંડ તેમજ હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપની આગાહીઓ વિશે વધુ સચોટ માહિતી પ્રાપ્ત થશે. ભાભા અણુ સંશોધન કેન્દ્ર, મુંબઇ અને યૂસર્સ દહેરાદૂનના રાજકિય અનુસ્નાતક સરકારી અનુસ્નાતકમહાવિદ્યાલય માલદેવનતામાં  રાજ્યનો પ્રથમ રેડાન સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડ પ્રદેશ ભૂકંપને લઈને સંવેદનશીલ પ્રદેશ છે અહી અવારનવાક આ પ્રકારના આંચકરાઓ આવતા રહેતા હોય છે ત્યારે 24 કલાકમાં જ આ બીજી વખત આ વિસ્તારમાં ભૂકંપ અનુભવાયો છે.છેલ્લા મહિના ડિસેમ્બરમાં પણ અહી ભૂકંપના આંચકરાઓ આવ્યા હતા.

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code