
16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકોને અપાશે કોરોનાની વેક્સિન – સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ આપી જાણકારી
- 12 થી 14 વર્ષના બાળકોને 16 માર્ચથી વેક્સિન અપાશે
- આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ આપી માહિતી
દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી છે. કોરોનાના સમય ગાળા દરમિયાન વેક્સિને મહત્વનો ભાગ ભજવ્યો છે. પ્રથમ અને બીજી લહેર બાદ વેક્સિનના કારણે કોરોનામાં ઘણી રાહત આવી છે તેમ કહીએ તો ખોટી વાત નછી,રસીકણે મોટા પાયે કોરોનાને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ત્યારે હવે 12 થી 14 વર્ષના બાળકોના રસીકરણ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાણકારી આપી છે કે 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું કે બાળકો સુરક્ષિત તો દેશ સુરક્ષિત. મને જણાવતા આનંદ થાય છે કે 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ શરૂ થઈ રહ્યું છે. આ સાથે જ 60થી વધુ ઉંમરના તમામ લોકો હવે પ્રિકોશન ડોઝ આપવામાં આવશે
बच्चे सुरक्षित तो देश सुरक्षित!
मुझे बताते हुए खुशी है की 16 मार्च से 12 से 13 व 13 से 14 आयुवर्ग के बच्चों का कोविड टीकाकरण शुरू हो रहा है।
साथ ही 60+ आयु के सभी लोग अब प्रिकॉशन डोज लगवा पाएँगे।
मेरा बच्चों के परिजनों व 60+ आयुवर्ग के लोगों से आग्रह है की वैक्सीन जरूर लगवाएँ।
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 14, 2022
ઉલ્લેખનીય છે કે 60 વર્ષની આયુઘરાવતા ઉપરના તમામ લોકોને હવે બુસ્ટર ડોઝ આપવાની શરુઆત પણ કરવામાં આવશે આ પહેલા આ બૂસ્ટર ડોઝ માત્રને માત્ર હેલ્થ વર્કર્સ, ફ્રન્ટ લાઈન વર્કર્સ, અને 60 પ્લસના એવા લોકો કે જેમને કોઈ કોમોર્બિડિટી છે તેઓને અપાયો હતો.