Homeગુજરાતીહોળીના તહેવાર નિમિત્તે રાજકોટ ડિવિઝનની બે ટ્રેનોમાં લાગશે વધારાના કોચ

હોળીના તહેવાર નિમિત્તે રાજકોટ ડિવિઝનની બે ટ્રેનોમાં લાગશે વધારાના કોચ

  • તહેવારમાં રાજકોટમાં આવતા પ્રવાસી માટે ખુશખબર
  • કેટલીક ટ્રેનના ડબ્બામાં વધારો કરવામાં આવ્યો
  • લોકોને રાજકોટ પહોંચવામાં રહેશે સરળતા

રાજકોટ: દેવભૂમિ દ્વારકામાં દર વર્ષે હોળીના દિવસે ફૂલડોલ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર માટે જતા મુસાફરોની સુવિધા માટે રાજકોટ રેલવે ડિવિઝનની બે ટ્રેનોમાં હંગામી ધોરણે બે વધારાના જનરલ કોચ લગાડવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર આ ટ્રેન 09479 રાજકોટ-ઓખા સ્પેશિયલ અને 09480 ઓખા-રાજકોટ સ્પેશિયલ રહેશે.

જો કે રાજકોટ શહેરમાં તહેવારના સમયે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને તેના કારણે ક્યારેક બસ, ટ્રેન તથા ટ્રાન્સપોર્ટ વિભાગમાં વધારે ભીડ જોવા મળતી હોય છે. રાજકોટ શહેરના લોકો હાલના સમયમાં દેશના દરેક ખૂણાઓમાં પહોંચ્યા છે અને તહેવારોમાં પરીવારને મળવા માટે મોટી સંખ્યામાં લોકો રાજકોટ તથા આજૂબાજુના નાના ગામડાઓમાં તથા તાલુકાઓમાં આવતા હોય છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img