1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરાઃ VCCI એક્સ્પો 2023ની અત્યાર સુધીમાં 4 લાખ લોકોએ લીધી મુલાકાત
વડોદરાઃ VCCI એક્સ્પો 2023ની અત્યાર સુધીમાં 4 લાખ લોકોએ લીધી મુલાકાત

વડોદરાઃ VCCI એક્સ્પો 2023ની અત્યાર સુધીમાં 4 લાખ લોકોએ લીધી મુલાકાત

0
Social Share

અમદાવાદઃ ભારતના સૌ થી મોટા વ્યાપાર,ઉદ્યોગ અને સેવા પ્રદર્શનમાં જેનો સમાવેશ થાય છે એવા વીસીસીઆઈ એક્સ્પો 2023માં રોજે રોજે નવા નવા વિક્રમો સર્જાઈ રહ્યાં છે અને વ્યાપાર ઉદ્યોગ જગતને એનો સકારાત્મક લાભ મળી રહ્યો છે. વડોદરામાં યોજાઈ રહેલા આ એક્સ્પોની અત્યાર સુધીમાં ચાર લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે.

વીસીસીઆઈ ના અધ્યક્ષ એમ.જી.પટેલ અને એક્સ્પોના અધ્યક્ષ હિમાંશુ પટેલે જણાવ્યું કે, અમારા એક્સ્પોમાં હંમેશની માફક ખૂબ મોટી સંખ્યામાં વ્યાપાર, ઉદ્યોગ અને સેવા એકમો ભાગ લઈ રહ્યા છે. અમારા એક્સપોનીએ કાયમી વિશેષતા રહી છે કે, તેમાં ભાગ લેનારી કંપનીઓ અને એકમો પૈકી 80 ટકાને વ્યાપાર વૃદ્ધિનો લાભ મળે છે. હાલના પ્રદર્શનના વેન્ડર ડેવલોપમેન્ટ પેવેલિયનમાં 5000થી વધુ નાના મધ્યમ એકમોની જાહેર ક્ષેત્રની અન્ય મોટી કંપનીઓમાં નોંધણી થઈ છે. એરફોર્સ, ગેઇલ, ઓ. એન. જી. સી. જેવી જાહેર ક્ષેત્રની સંસ્થાઓ આ એક્સ્પો માં જોડાઈને ખૂબ રાજીપો અનુભવી રહી છે.

એક્સ્પોના ભાગરૂપે એક યુનિવર્સિટીની મધ્યસ્થીથી રોજગાર મેળા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેની હેઠળ ચાર દિવસમાં 5 હજારથી વધુ ઉમેદવારોનું લાયકાત અનુસારની રોજગારી સાથે સંકલન  કરવામાં સફળતા મળી છે જેનાથી માનવ સંપદાની જરૂરવાળા એકમો અને ઉમેદવારોને લાભ થયો છે. એક્સ્પોના સ્થળે મુલાકાતીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે.

વીસીસીઆઈ ની ટીમ રોજે રોજ એક્સ્પો માં ભાગ લેનારા એકમો ને મળીને પ્રતિભાવો લઈ રહ્યા છે જે ભવિષ્યમાં વધુ પ્રભાવશાળી આયોજનમાં ઉપયોગી બનશે તેમ હિમાંશુ પટેલે જણાવ્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code