1. Home
  2. ગુજરાતી
  3. પેટ્રોલ પર 1% અને ડીઝલ પર 2% વેટ ઘટાડવામાં આવ્યો, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની જાહેરાત
પેટ્રોલ પર 1% અને ડીઝલ પર 2% વેટ ઘટાડવામાં આવ્યો, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની જાહેરાત

પેટ્રોલ પર 1% અને ડીઝલ પર 2% વેટ ઘટાડવામાં આવ્યો, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની જાહેરાત

0
Social Share
  • છત્તીસગઢમાં પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટ્યો
  • સીએમ ભૂપેશ બધેલએ કરી જાહેરાત
  • લોકોને થઈ રાહત

રાયપુર:છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, મુખ્યમંત્રીએ રાજ્યમાં ડીઝલ પરના વેટમાં 2 ટકા અને પેટ્રોલ પર 1 ટકા ઘટાડવાની જાહેરાત કરી છે. છત્તીસગઢ સીએમઓના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી સરકારને લગભગ 1000 કરોડ રૂપિયાનું નુકસાન થશે.

રાજધાની રાયપુરમાં પેટ્રોલ 101.86 રૂપિયા અને ડીઝલ 93.77 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે પડોશી રાજ્યોમાં પેટ્રોલ 95.26 રૂપિયાથી 109.96 રૂપિયા અને ડીઝલ 86.80 રૂપિયાથી 94.61 રૂપિયા પ્રતિ લિટર છે. આવી સ્થિતિમાં સરકાર પર ટેક્સ ઘટાડવાનું દબાણ હતું. જે બાદ કોમર્શિયલ ટેક્સ મિનિસ્ટર ટીએસ સિંહદેવ વતી ડિપાર્ટમેન્ટે તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ, ઘટાડાની અસર અને પડોશી રાજ્યોમાં રેટ-વેટના તુલનાત્મક આંકડા સાથેનો પ્રસ્તાવ સરકારને મોકલ્યો હતો. જે બાદ આજે કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

બેઠક પહેલા મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે CG કેમ્પ પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પોર્ટલ રાજ્ય સરકારની પ્રાથમિકતા યોજનાઓ પર દેખરેખ રાખવા માટેનું એક ઓનલાઈન એડવાન્સ પ્લેટફોર્મ છે. આ પોર્ટલમાં મુખ્યત્વે સરકારની ટોચની પ્રાથમિકતાવાળી સામેલ ગોધન ન્યાય યોજના, મુખ્યમંત્રી હાટ બજાર ક્લિનિક યોજના, મુખ્યમંત્રી સુપોષણ અભિયાન, CG E ડિસ્ટ્રિક્ટ, મુખ્યમંત્રી શહેરી સ્લમ આરોગ્ય યોજના, નરવા, ગરવા, ધુરવા, બાડી યોજનાની ઓનલાઈન મોનિટરિંગ કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code