1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં 9મી જાન્યુઆરીએ વાઈબ્રન્ટ સ્ટાર્ટઅપ, 500 કંપનીઓ ભાગ લેશે
અમદાવાદમાં 9મી જાન્યુઆરીએ વાઈબ્રન્ટ સ્ટાર્ટઅપ, 500 કંપનીઓ ભાગ લેશે

અમદાવાદમાં 9મી જાન્યુઆરીએ વાઈબ્રન્ટ સ્ટાર્ટઅપ, 500 કંપનીઓ ભાગ લેશે

0
Social Share

અમદાવાદઃ રાજ્યના પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા. 10મી જાન્યુઆરીથી યોજાનારા વાઈબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે સરકારી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વાઈબ્રન્ટ પહેલા જ મીની સમિટ યોજીને સરકાર દ્વારા એમઓયુ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી 9મી જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ સમિટ યોજવામાં આવશે. જેમાં ગુજરાતના 10થી વધુ વિશિષ્ટ સ્ટાર્ટ અપ સ્થાપકો, 1200થી વધુ સ્ટાર્ટ અપ અને 500 જેટલી કંપનીઓ સાથે સંકળાયેલા અગ્રણીઓ-રોકાણકારો પણ ભાગ લેશે. સ્ટાર્ટ અપ નેશનથી જાણીતું ઇઝરાયલ તેમાં ભાગીદાર બનશે. તેના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. આ સમિટ દરમિયાન એમઓયુ પણ કરવામાં આવશે. ભારત પે, ઓયો રૂમ્સ, ક્રેડ, અપના અને સોફ્ટ બેન્કના અગ્રણીઓ ભાગ લઇને ઉભરતા ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ પણ કરશે તેમ શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે,દેશના કુલ સ્ટાર્ટ અપમાથી 45 ટકા ગુજરાતના હોય છે ત્યારે ખાસ કરીને યુવાઓની રોજગારી અને ઉદ્યોગ સાહસિકતાને તક આપવામાં મહત્વનો ભાગ ભજવતું સ્ટાર્ટ અપ સમિટની ઈકો સિસ્ટમને અમદાવાદ ખાતે એક મંચ ઉપર યોજવામાં આવશે. સ્ટાર્ટ અપ  સમિટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. તેમજ  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરાશે. કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ અને આઇટીમંત્રી અશ્વિન વૈષ્ણવ પણ ઉપસ્થિત રહેશે. સમિટમાં ફંડિંગ એજન્સી પણ ભાગ લેશે. આઇ ક્રિએટ, આઇ હબ અને જીયુસેક જેવા સ્ટાર્ટ અપ અને ઇનોવેશન સંસ્થાઓ દ્વારા સમિટનું આયોજન કરાયું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, 9મી જાન્યુઆરએ યોજાનારી સ્ટાર્ટઅપ સમિટમાં ઇન્ટેલ ઇન્ડિયાના સીઇઓ નિવૃતિ રાય, ઓયો રૂમ્સના સ્થાપક સંજય મહેતા, સોફ્ટ બેન્કના કન્ટ્રી હેડ મનોજ કોહલી, ભારત પે ના સહ સ્થાપક શાશ્વત નાકરાણી, સિલિકોન વેલીથી આશા જાડેજા, અમેરિકાના રવિ હસન, સીઇઓ કુણાલ શાહ, અપનાના સીઇઓ નિર્મિત પરીખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહીને તેમની સ્ટાર્ટ અપ સફર અંગે સંવાદ કરશે.  સમિટ દરમિયાન નેક્સ્ટ જનરેશન ટેક સોલ્યુશન્સમાં સ્ટાર્ટ અપની ભૂમિકા, સ્ટાર્ટ અપ મારફતે વેલ્થ જનરેશન અને ઇલેક્ટ્રિક વ્હીકલથી ભારતના ગ્રીન અર્થતંત્રમાં ક્રાંતિ વિષય ઉપર સેમિનાર પણ યોજવામાં આવશે.

દેશના એક ડઝન જેટલા યુનિકોર્ન સ્ટાર્ટ અપ સ્થાપકો યુનિકોર્ન કોન્ક્લેવ થકી એક મંચ ઉપર ઉપસ્થિત રહેશે. શો ટાઇમ્ પ્રદર્શનમાં ગુજરાતના 75થી વધુ સ્ટાર્ટ અપ અને ઇન્ક્યુબેશન કેન્દ્ર અને તેમના સંશોધન રજૂ કરશે અને પ્રતિભાવ મેળવી શકશે. વિવિધ ક્ષેત્રના 50 કરતા વધુ ઔદ્યોગિક મેન્ટર તરફથી ઉભરતા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટ અપ ઓફર કરતું મેન્ટરિંગ ગરાજ પણ યોજાશે. બોલિંગ એલી, પિચિંગ ઇવેન્ટ પ્લેટફોર્મ થકી 50થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંશોધકો તરફથી આઇડિયા અને ઇનોવેશન પૂરા પાડવામાં આવશે.  દેશ સમક્ષ હાલ ઇ-વેહિકલ અને તેને સંલગ્ન સુવિધાનું ચલણ વધે તે મોટો પડકાર છે તેને ધ્યાનમાં રાખીને ઇનોવેશન ચેલેન્જનું આયોજન કરાયું છે. (File photo)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code