મણીપુરમાં ફરી હિંસા ભડકી, ઉગ્ર બનેલા ટાળાએ કેન્દ્રીય મંત્રીના સરકારી આવાસમાં આંગ ચાંપી
- મણીપુરમાં ફરી ભડકી હિંસા
- ઉગ્ર બનેલી ભીડે મંત્રીના આવાસમાં લગાવી આગ
ઈમ્ફાલઃ- 3 મેના રોજથી શરુ થયેલી મણીપુિરની હિંસા હજી અટકાવાનું નામ નથી લઈ રહી, હિંસક ઘટનાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ગઈકાલે ગોળીબારમાં 9 લોકોના મોત બાદ વિતેલી સાંજે જ ભીડના ટોળઆએ કેન્દ્રીય મંત્રીના સરકારી આવાસને નિશાન બનાવ્યું હતું.
પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા બુધવારે મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમમાં મંત્રી નેમચા કિપગેનના નિવાસસ્થાને આગ લગાડવામાં આવી હતી. ઉગ્રવાદીઓએ મંત્રી નેમચા કિપગેનના સત્તાવાર નિવાસસ્થાનને સળગાવી દીધું. આ ઘટના બુધવારે સાંજે લગભગ 6.30 વાગ્યે બની હતી.
ઉલ્લેખનીય છે કે ણિપુરમાં ફાટી નીકળેલી હિંસામાં, મંગળવારે કાંગપોકપી જિલ્લાના ખામેનલોક વિસ્તારના એક ગામમાં ઉગ્રવાદીઓએ હુમલો કરતા ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા અને 9 લોકો ઘાયલ થયા.મણીપુકની સ્થિતિને જોવા અગાઉના દિવસોમાં ગૃહમંત્રી શાહે પણ અહીની મુલાકાત લીધી હતી જો કે ત્યાર બાદ સ્થિતિ થોડી શાંત હતી જો કે ફરી અહી હીંસાના બનાવો સામે આવી રહ્યા છે.
મઈપુરમાં આત્યાર સુધી અનેક લોકોના મોત થયા છે તો સેના કે પીસલ દ્રારા ઘણા લોકોની ધરપકડ પણ કરાવામાં આવી છે મણિપુરના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહની જો વાત માનવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ 1,040 હથિયારો, 13,601 દારૂગોળો અને 230 પ્રકારના બોમ્બ મળી આવ્યા છે.જિલ્લા સત્તાવાળાઓએ કર્ફ્યુમાં છૂટછાટના કલાકો ઘટાડીને ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં સવારે 5 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં સવારે 5 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કર્યા છે.તો હાલ પણ કેટલાક સ્થળોએ ઈન્ટરનેટ સેવા બાધિત છે.