
ઈમ્ફાલઃ- મણપીુર રાજ્યમાં મે મહિનાથી હિંસાનો દોર શરુ છે, અહી હાલ પણ થોડા થોડા દિલસે હિંસાની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે ,હિંસાને જોતા વિતેલા મહિનાઓમાં ગૃહમંત્રી શાહે પપણ અહીની મુલાકાત લીધી હતી જો કે ત્યાર બાદ પણ અહી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી.
ત્યારે ફરી એક વખત મણીપિર હિંસાનો શિકાર બન્યું છે જેમાં બે લોકોના મોતના એહવાલ સામે આવ્યા છે.પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઈમ્ફાલ ઈસ્ટના સાઓમ્બાંગ વિસ્તારમાં એક મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને તેનો ચહેરો વિકૃત જોવા મળ્યા હતો.
જો કે આ ઘટના અંગે પોલીસ તેરત એક્આશન મોડમાં આવી હતી અને ઘટનામાં પોલીસે 5 મહિલાઓ સહિત 9 લોકોની ધરપકડ કરી લીધી છે. મહિલાની હત્યા નાગા સમુદાયની જણાવવામાં આવી રહી છે. આ ઉપરાંત અન્ય એક બનાવમાં યુવકની પણ હત્યાનો મામલો સામે આવ્યો છે.
જો આ હિંસાની વાત કરીએ તો તે બે જૂદી જૂદી ઘટનાઓ છએ જેમાં પહેલી ઘટના બની છે 15 જુલાઈના રોજ કે જેમાં મહિલાને તેના ઘરની અંદર માથામાં ગોળી વાગી હતી. એટલું જ નહીં ભાગતા પહેલા હત્યારાઓએ મહિલાનો ચહેરો પણ વિકૃત કરી નાખ્યા હતો. મણિપુર પોલીસે આ કેસમાં 9 લોકોની ધરપકડની પુષ્ટિ કરી છે. જેમાંથી 5 મહિલાઓ છે. આ સાથે જ આ કેસ સંબધિત હથિયાર, 5 ગોળીઓ અને એક કાર જપ્ત કરવામાં આવી છે.
આ ઘટનાને લઈને 12 કલાકના બંધનું એલાન યુનાઈટેડ નાગા કાઉન્સિલે કર્યું હતું મણિપુરમાં નાગા વસ્તીવાળા વિસ્તારમાં લ્યુસીની હત્યાના વિરોધમાં 12 કલાકના બંધનું આહ્વાન કર્યું છે. કોમ્યુનિટી ઓલ ટ્રાઈબલ યુનિટીએ ઈમ્ફાલની લાઈફલાઈન ગણાતા નેશનલ હાઈવેને 72 કલાક માટે બંધ રાખવાની જાહેરાત કરી છે.
બીજી ઘટના વિશે વાત કરીએ તો તે વિતેલા દિવસ રવિવારની જ છે. 40-50 સશસ્ત્ર બદમાશોએ કાંગપોકપી પહાડી જિલ્લાના કુકી ગામ પર હુમલો કર્યો અને જંગખોલિન હાઓકીપ નામના વ્યક્તિની હત્યા કરી. માહિતી મળતાં જ સેનાની ટુકડી ત્યાં પહોંચી હતી જો કે હત્યારાઓ ભાગવામાં સફળ રહ્યા હતાય