Homeગુજરાતીવિરાટ - અનુષ્કા લંડનમાં લંચ ડેટ કરતા નજરે પડ્યા- સોશિયલ મીડિયા પર...

વિરાટ – અનુષ્કા લંડનમાં લંચ ડેટ કરતા નજરે પડ્યા- સોશિયલ મીડિયા પર ફોટા થઈ રહ્યા છે વાયરલ

  • વિરાટ કોહલી અને અનુષ્કા લંડનમાં લંચ ડેટ કરતા જોવા મળ્યા
  • સોશિયલ મીડિયા પર ફોટો થયા વાયરલ
  • લવેબલ કપલને અનેક લોકો કરી રહ્યા છે કોમેન્ટ્સ

મુંબઈઃ બોલિવૂડ  અને ક્રિક્રેટ જગતનું લવેબલ કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આ દિવસોમાં લંડનમાં એન્જોય કરી રહ્યા છે અહીંથી તેમના ઘણા ફઓટો સોશિયલ મીડિયા પર વાયરલ થી રહ્યા છે. વિરાટ કોહલીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર અનુષ્કા સાથે એક સુંદર ફોટો પોસ્ટ કર્યો છે જેને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે, ઉલ્લેખનીય છે કે વિરાટ અને અનુષ્કા દર્શકોની ફેવરિટ જોડી રહી છે.

આ ફોટોમાં બંને પરફેક્ટ કપલ લાગી રહ્યા છે. વિરાટ સેલ્ફી લેતો જોવા મળે છે. તેની બાજુમાં બેસીને અનુષ્કા સ્માઈલ કરી રહી છે. શનિવારે બંનેએ લંચ ડેટની મજા માણી હતી. આ દરમિયાન વિરાટ ત હેલ્ધી ખોરાક  ખાતો જોવા મળ્યો છે.તેણે તેના ડિનરમાં ચણાનું સલાડ મંગાવ્યું હોય તે પણ જોવા મળે છએ, આ પરથી વિરાટની ફઇટનેસનું રહસ્ય ખબર પડી જાય છે. વિરાટ તેના ડાયટને લઈને હંમેશા સજાગ રહે છે.

આ દરમિયાન વિરાટે ગ્રે સ્વેટશર્ટ અને મોંઘી ગોલ્ડ વોચ પહેરી છે. જ્યારે અનુષ્કા બ્લેક સ્વેટશર્ટમાં જોવા મળી રહી છે. તેના ગળામાં ચેન છે અને તેનું પ્રિય A લોકેટ છે. જો કે આ લવેબલ  કપલની દિકરી વામિકા વિરાટ-અનુષ્કા સાથે ક્યાંય જોવા મળી ન હતી.

અનુષ્કાએ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી પણ જોવા મળ્યા હતા. ખરેખર, બંનેના ડેટિંગના સમાચારો લાંબા સમયથી આવી રહ્યા છે. ફોટો શેર કરતા અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું, ‘ડરહમ’ સાથ સાથ હે. ‘

સંબંધિત લેખો

Most Popular