1. Home
  2. ગુજરાતી
  3. ICC T-20 બેસ્ટમેનની રેંકિંગમાં ટોપ-10ની યાદીમાંથી વિરાટ કોહલી થયો બહાર
ICC T-20 બેસ્ટમેનની રેંકિંગમાં ટોપ-10ની યાદીમાંથી વિરાટ કોહલી થયો બહાર

ICC T-20 બેસ્ટમેનની રેંકિંગમાં ટોપ-10ની યાદીમાંથી વિરાટ કોહલી થયો બહાર

0
Social Share

દિલ્હીઃ ન્યૂઝીલેન્ડની સામે ટી-20 સિરીઝ  પૂર્ણ થઈ છે અને ભારતીય ટીમે 3-0થી સીરિઝ જીતી લીધી છે. કેપ્ટન રોહિત શર્માએ આ ટી-20 સીરિઝમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. જેથી તેમને ફાયદો થયો છે. આઈસીસી રેંકિંગમાં રોહિત શર્માને ટી-20 બેસ્ટમેનોની યાદીમાં ઉંચી છલાંગ લગાવી છે. રોહિત શર્મા હવે નંબર 13 ઉપર પહોંચી ગયા છે. જ્યારે સીરિઝ શરૂ થઈ તે પહેલા તેઓ નંબર-15 હતા.

રોહિત શર્માએ 3 મેચની ટી-20 સિરીઝમાં બે અર્ધસદી ફટકારી હતી. ત્રણેય મેચમાં રોહીતે એકંદરે 56,55 અને 48 રન બનાવ્યાં હતા. રોહિતને સીરીઝમાં પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. આઈસીસીની ટી-20 રેંકિંગ્સમાં માત્ર એક જ ભારતીય બેસ્ટમેન કે.એલ.રાહુલનો ટોપ-10માં સમાવેશ થાય છે. રાહુલ રેંકિંગમાં અત્યારે નંબર-5 ઉપર છે. જ્યારે પાકિસ્તાનનો બાબર આઝમ અત્યારે ટી-20માં પ્રથમ નંબર છે.

આઈસીસી ટી-20 રેકિંગ-બેસ્ટમેનમાં 1 ક્રમે બાબર આઝમ, 2 ક્રમે ડેવિડ મલાન, 3 સ્થાને એડન મર્કરમ, 4 ક્રમે મોહમ્મદ રિઝવાન અને પાંચમાં સ્થાને કે.એલ.રાહુલને સ્થાન મળ્યું છે. આવી જ રીતે 11માં સ્થળે વિરાટ કોહલી અને 13માં ક્રમે રોહિત શર્માનો સમાવેશ થાય છે. ન્યૂઝીલેન્ડ સામે ટી-20 સીરિઝમાં આરામ લેનાર વિરાટ કોહલી આઈસીસી રેકિંગમાં પાછળ ધકેલાયો છે. આમ હવે ટોપ-10માંથી બહાર થઈ ગયો છે. ટી-20 બોલિંગ અને ઓલરાઉન્ડરની રેકીંગમાં ટોપ-10માં એક પણ ભારતીયને સ્થાન મળ્યું નથી. જો ટી-20 ટીમની વાત કરીએ તો ભારત અત્યારે નંબર-2ની ટીમ છે અને પ્રથમ ક્રમે ઈંગ્લેન્ડ છે. રોહિત શર્માએ ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે અર્ધ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code