1. Home
  2. ગુજરાતી
  3. રાજકોટનું આ મ્યુઝિયમ, કે જ્યાં ગાંધીજીના જીવનની સફર વિશે જાણી શકાય છે
રાજકોટનું આ મ્યુઝિયમ, કે જ્યાં ગાંધીજીના જીવનની સફર વિશે જાણી શકાય છે

રાજકોટનું આ મ્યુઝિયમ, કે જ્યાં ગાંધીજીના જીવનની સફર વિશે જાણી શકાય છે

0
Social Share
  • રાજકોટમાં છે મહાત્મા ગાંધી મ્યુઝિયમ
  • જીવનચરિત્ર સાથે સંકળાયેલું ગાંધી મ્યુઝિયમ
  • બાપુની મોહનથી મહાત્મા સુધીની સફર

દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજ રોજ એટલે કે 2 ઓક્ટોબરના રોજ જન્મજયંતિછે. ગાંધીજી અનુભૂતિ કેન્દ્ર સ્વરૂપે વિશ્વકક્ષાનું રાજકોટ શહેરમાં ગાંધી મ્યુઝિયમઆવેલું છે. જે વિશ્વભરમાં આવેલા મહાત્મા ગાંધીજીના મ્યુઝિયમમાં અલૌકિક મ્યુઝિયમ છે..

આમ તો ગુજરાત અને ગાંધીજી એકબીજાના પર્યાય છે. ખાસ કરીને રાજકોટ-સૌરાષ્ટ્ર સાથે ગાંધીજીનોનાતો રહ્યો છે. પોરબંદર રહ્યા બાદ ગાંધીજીએ રાજકોટમાં રહીને પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. ત્યારે રાજકોટ શહેરની આલ્ફ્રેડ હાઈસ્કૂલ એટલે કે મહાત્મા ગાંધી સ્કૂલને બંધ કરી 26 કરોડના ખર્ચે ઈન્ટરનેશનલ ગાંધી મ્યુઝિયમનું સ્વરૂપ આપવામાં આવ્યુંછે. અને આ મ્યુઝિયમ મહાત્મા ગાંધીજીના જીવનચરિત્ર સાથે સંકળાયેલું છે

26 કરોડાના ખર્ચે નિર્માણ પામેલા ગાંધીજીના મ્યુઝિયમમાં મ્યુઝિકલ કિયોઝ,ઈન્ફોર્મેશનલ કિયોઝ,ગાંધીજી પર થ્રિડી ફિલ્મ, ગાંધીજી લિખિત પુસ્તકો, ઓડિયો વિડીયો ફિલ્મ તથાલેશર શો ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. આ વિશ્વકક્ષાના ગાંધી મ્યુઝિયમમાં 39 રૂમ આવેલા છે.જેમાં, મીની થીયેટર, દાંડી યાત્રા, ગાંધીજીના જીવન કાર્યો તથા આદર્શને વિવિધ રીતે દર્શાવતા ચિત્રો અને કટઆઉટ અને મલ્ટીપલ સ્ક્રીન, મોશન ગ્રાફીકસ એનીમેશન, ઓગમેન્ટેડ રીયાલીટી, સર્કયુલર વિડિયો પ્રોજેકશન, મેપીંગ ફિલ્મ, વિશાળ વિડીયો આર્કહોલ, મોન્યુમેન્ટલીંગ લાઈટીંગ, વીઆઈપી લોન્ચ, ગાંધીજીના જીવન ચરિત્ર સાથે સંકળાયેલ લાઈબ્રેરી, મ્યુરલ, પ્રાર્થના ખંડ અને ઈન્ટર એકટીવ મોડ ઓફ લર્નીંગ જેવી સુવિધાઓ છે.આ ગાંધી મ્યુઝિયમ માત્ર ગુજરાતના જ નહીં દેશવિદેશના પ્રવાસીઓ માટે આ એક અલૌકીક અનુભૂતિ આપતું સ્થળ બન્યું છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code