
ચોમાસા દરમિયાન રાજસ્થાનના આ સ્થળોની લો મુલાકાત,સુંદરતા જોઇને આશ્ચર્યચક્તિ થઈ જઈશો
લોકોને ફરવાનો ઘણો શોખ હોય છે,જેથી લોકો કોઈ પણ ઋતુમાં ફરવા નીકળતી પડતા હોય છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે.ત્યારે ચોમાસા દરમિયાન કે પછી રાજસ્થાનના ઘણા વિસ્તારો લીલાછમ દેખાવા લાગે છે. આ સ્થળોની સુંદરતા જોવા માટે પ્રવાસીઓ અહીં પહોંચે છે.તો ચાલો જાણીએ રાજસ્થાનના એવા સ્થળો વિશેની કે જ્યાં તમે મુલાકાત લઇ શકો છો..
માઉન્ટ આબુઃ રાજસ્થાનનું માઉન્ટ આબુ રાજ્યનું આકર્ષક સ્થળ છે. તેને અહીં હનીમૂન ડેસ્ટિનેશન પણ માનવામાં આવે છે. જો કે આ જગ્યાએ ઘણી હરિયાળી છે, પરંતુ ચોમાસામાં આ જગ્યા વધુ સુંદર લાગે છે.
ભાનગઢ કિલ્લો: નાના પહાડોની વચ્ચે આવેલો ભાનગઢ કિલ્લો પણ વરસાદને કારણે હરિયાળીથી ઘેરાઈ જાય છે. ભૂતિયા કિલ્લા તરીકે ઓળખાતા આ કિલ્લાની સુંદરતા ખૂબ જ આકર્ષક છે.
ઉદયપુર શહેર: ઘણી ઐતિહાસિક ઈમારતો ધરાવતું ઉદયપુર તેની શાહી શૈલી માટે જ નહીં પરંતુ તેની હરિયાળી માટે પણ જાણીતું છે. ઉદયપુરમાં ઘણા એવા પહાડો છે જેની સુંદરતા ચોમાસા પછી વધી જાય છે.
જયપુર શહેર: રાજસ્થાનમાં ફરવા માટેના સ્થળોની વાત આવે ત્યારે જયપુર શહેરને કેવી રીતે ભૂલી શકાય? પિંક સિટી તરીકે ઓળખાતા જયપુરના આમેર ફોર્ટ સહિત અનેક ઐતિહાસિક સ્થળોની સુંદરતા પ્રવાસીઓને ગમે છે.