
મુંબઈઃ વર્ષ 2007માં આવેલી ફિલ્મ શૂટઆઉટ એટ લોખંડવાલામાં વિવેક ઓબેરોય મુંબઈના એક ખતરનાક ગેંગસ્ટર માયા ડોલસના રોલમાં નજરે પડ્યો હતો. આ ફિલ્મ રિયલ લાઈફમાં થયેલા એક એન્કાઉન્ટરની ઘટના ઉપર બનાવવામાં આવી હતી. પોલીસ સાથેની અથડામણમાં અનેક ગુનેગારોને ઠાર મારવામાં આવ્યાં હતા. ફિલ્મમાં માયા ડોલસનો રોલ વિવેક ઓબેરોય દ્વારા સુંદર અભિનય કરવામાં આવ્યો હતો. જેને વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. આજે પણ લોકો નકારાત્મ પાત્રોની વાત કરે ત્યારે હંમેશ માયા ડોલસનો ઉલ્લેખ આવે છે. 14 વર્ષ બાદ વિવેદ ઓબેરોયએ ફિલ્મ મુદ્દે એક દિલચસ્પ તથ્થો જાહેર કર્યાં છે.
વિવેક ઓબેરોયએ જણાવ્યું હતું કે, કેટલાક રોલ અને અભિનેતા એક-બીજા માટે હોય છે. પહેલા મે શૂટઆઉટ એટ લોખંડવાલામાં માયા ડોલાસનો અભિનય કરવાનો ઈન્કાર કર્યો હતો. તે વખતે જે રીતે પોતાનો રોલ લખ્યો હતો તેનાથી મને આપત્તિ હતી. જો કે, સંજય ગુપ્તા અને અપૂર્વ લાખિયાએ સૌથી સારુ કામ કર્યું હતું. તેમણે મને છુક્યું કે, આ કિરદારને કેવો બનાવવા માંગો છે. જે બાદ એક ક્રિએટિવ સેશન શરૂ થયું હતું. જે પુરી રાત ચાલ્યાં બાદ સવારે હું ફિલ્મમાં કામ કરી રહ્યો હતો. આ તેમની પરિવકતા અને સહયોગાત્મક ભાવના તથા કોઈ પણ અહંકારની પૂર્ણ અનુપસ્થિતિ હતી જે મને સૌથી વધારે પસંદ આવ્યું હતું. તે બાદ મારા કેરિટસના સૌથી શાનદાર ફન શૂટસમાંનો એક છે. સેટ ઉપર ગોળીઓનો અવાજ ગુંજી રહ્યો હતો અને યુવાનો અમારા દ્વારા કરાયેલા મજાક પર લોકો હંસતા હતા. અમે એક પરિવાર હતો, અમારી એક ગેંગ હતી. આ ફિલ્મના અભિનયને કારણે અનેક એવોર્ડ મળ્યાં હતા.
ફિલ્મનું સંગીત સુપરહિટ થયું હતું. ફિલ્મમાં વિવેક અને તેના ગેંગસ્ટર મિત્રો સાથેનું ગણપત ગીત ખુબ લોકપ્રિય થયું હતું. આજે પણ પાર્ટીઓમાં આ ગીત વાગે છે.