1. Home
  2. ગુજરાતી
  3. ટ્વિટર અને મેટા વચ્ચે વોર, થ્રેડ્સ લોંચ કરવા મામલે ટ્વિટરે મેટાને કોર્ટના દરવાજા ખટખટાવાની ધમકી આપી
ટ્વિટર અને મેટા વચ્ચે વોર, થ્રેડ્સ લોંચ કરવા મામલે ટ્વિટરે મેટાને કોર્ટના દરવાજા ખટખટાવાની ધમકી આપી

ટ્વિટર અને મેટા વચ્ચે વોર, થ્રેડ્સ લોંચ કરવા મામલે ટ્વિટરે મેટાને કોર્ટના દરવાજા ખટખટાવાની ધમકી આપી

0
Social Share

 

દિલ્હીઃ- ટ્વિટરની ટક્કર આપવા માટે મેટા દ્રારા થ્રેડ્સ લોંચ કરવામાં આવી હતી જેણે કેટલાક કલાકોમાં કરોડો યૂઝર્સ બનાવી લીધા ગહતા ત્યારે સેમ ટ્વિટરની જેમ ઓપરેટ થતી આ શોસિયલ મીડિયા સાઈટ સામે ટ્વિટરે વાંધો ઉઠાવ્યો છે અને એટલું જ નહી તેણે ટ્વિટરને કોર્ટમાં લઈ જવાની પણ ઘમકી આપી છે.

મેટાની નવી ટેક્સ્ટ-આધારિત એપ થ્રેડ્સ એપ લોન્ચ થઈ ત્યારથી  તે કાનૂની વિવાદમાં ફસાઈ છે. તેના હરીફએ મુકદ્દમાની ધમકી આપી છે. એલોન મસ્કના વકીલ એલેક્સ સ્પિરોએ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગને પત્ર લખ્યો છે, તેમના પર ટ્વિટરના વેપાર રહસ્યો અને અન્ય બૌદ્ધિક સંપત્તિના ગેરકાયદેસર રીતે ગેરઉપયોગનો આરોપ મૂક્યો છે.અને આ મુદ્દો કોર્ટમાં લઈ જવાની વાત કહી છે.
 ટ્વિટરે બ્લુ ટિક વગરના યુઝર્સની પોસ્ટ કાઉન્ટ ફિક્સ કરી હતી અને હવે કંપનીએ બ્લુ ટિક વગરના યુઝર્સ દ્વારા ટ્વીટડેકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મસ્કના આ નિર્ણયોનો ઘણો વિરોધ થઈ રહ્યો છે અને યુઝર્સ પણ ટ્વિટરનો વિકલ્પ શોધી રહ્યા છે. આવી સ્થિતિમાં મેટાની નવી એપ લોન્ચ કરવી ફાયદાકારક સોદો બની શકે છે.
ઉલ્લેખનીય છે કે  ટ્વિટરની કોમ્પિટિશન એપ સોશિયલ મીડિયા માર્કેટમાં આવી ત્યારથી ચર્ચાનો વિષય બની છેય Meta CEO માર્ક ઝકરબર્ગે થ્રેડ્સ એપ લોન્ચ કરી છે. આ એપ ભારત સહિત 100 થી વધુ દેશોમાં લોન્ચ કરવામાં આવી છે.
આ સહીત આ થ્રેડ્સ Android અને iOS પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. તેના લોન્ચિંગના માત્ર બે કલાકમાં જ 2 મિલિયનથી વધુ લોકોએ તેના માટે સાઇન અપ કર્યું છે. મેટાએ બુધવારે એક બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું કે, “થ્રેડ્સ એ ટેક્સ્ટ અપડેટ્સ શેર કરવા અને જાહેર ચર્ચામાં જોડાવા માટે ઈન્સ્ટાગ્રામ  ટીમ દ્વારા બનાવવામાં આવેલ એક નવી એપ્લિકેશન છે. ત્યારે હવે ટ્વિટર જેવી આ એપ ટ્વિટરને ટક્કર આપતા ટ્વિટર અને મેટા વચ્ચે વોર થવાની સંભાવનાઓ છે.
tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code