
મંગળવારના રોજ દિલ હચમચાવી મુકનારો એક વીડિયો સામે આવ્યો છે,તાઈવાનમાં એક બંદર પર આવેલો પુલ અચાનક સડસડાટ પડી ભાંગ્યો હતો,આ ઘટનામાં માછીમારોની બૉટો તબાહ થઈ ચૂકી હતી તો સાથે સાથે 4 લોકોના મોત પણ થયા હતા,એક રિપોર્ટ પ્રમાણે આ ઘટનામાં 10 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એકદમ સાફ રીતે જોઈ શકાય છે કે, આ તબાહી કઈ રીતે સર્જાય હતી,
JUST IN: A bridge in Yilan county, China's #Taiwan, collapsed on Tue, injuring at least 14 people pic.twitter.com/qRKoI6ZiIX
— People's Daily, China (@PDChina) October 1, 2019
રોયટર્સના એક રિપોર્ટ પ્રમાણે તાઈવાનમાં બચાવ ટીમ બે વિદેશી માછીમારોની શોધખોળ કરી રહી છે,આ માછીમારો પુલના કાટમાળ નીચે દબાયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે,જો કે ઘટના કયા કારણસર બનવા પામી છે તેની હાલ તપાસ શરુ છે,તાઈવાનમાં મોટે ભાગે ભૂકંપ અને ટાઈફૂનની અસર રહેતી હોય છે.
આ વીડિયો સોશિય મીડિયામાં વાયરલ થતાની સાથે જ અનેક લોકો પોતાના અભિપ્રાય આપવા લાગ્યા હતા,કેટલાક લોકોએ આ ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરી છે, લોકોએ પુલની કામગીરી પર અનેક સવાલ ઉઠાવ્યા છે.