
નવી દિલ્હીઃ દિલ્હીમાં આયોજિત G20 સમિટ આજથી શરૂ થઈ ગઈ છે. G20 સમિટની શરૂઆતના ભાષણમાં પીએમ મોદીએ સૌથી પહેલા મોરોક્કોમાં આવેલા ભૂકંપ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે, અઢી હજાર વર્ષ પહેલા ભારતની ભૂમિએ સમગ્ર વિશ્વને આ સંદેશ આપ્યો હતો કે માનવતાનું કલ્યાણ અને સુખ હંમેશા સુનિશ્ચિત કરવું જોઈએ. આ સંદેશને યાદ કરીને G20 ની શરૂઆત કરો. આ તે સમય છે જ્યારે વર્ષો જૂના પડકારો આપણી પાસેથી નવા ઉકેલની માંગ કરી રહ્યા છે.
ભારત મંડપમ ખાતે પહોંચ્યા દેશના નેતા,પીએમ મોદીએ કર્યું તમામ નેતાઓનું સ્વાગત
પીએમ મોદીએ કહ્યું, કોવિડ-19 પછી વિશ્વમાં વિશ્વાસના અભાવે મોટું સંકટ આવ્યું છે. યુદ્ધે વિશ્વાસની ખાધને વધુ ઊંડી બનાવી છે. જ્યારે આપણે કોવિડને હરાવી શકીએ છીએ, ત્યારે પરસ્પર અવિશ્વાસના રૂપમાં આવેલા સંકટને પણ હરાવી શકીએ છીએ. ચાલો આપણે બધા સાથે મળીને વૈશ્વિક ટ્રસ્ટ ડેફિસિટને વિશ્વાસ અને ટ્રસ્ટમાં ફેરવીએ. આ સમય છે બધાના સાથે મળીને ચાલવાનો.સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ આપણા બધા માટે માર્ગદર્શક બની શકે છે. ભારતનું G20 પ્રેસિડેન્સી દેશની અંદર અને દેશની બહાર દરેકના સમર્થનનું પ્રતીક બની ગયું છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, વૈશ્વિક અર્થવ્યવસ્થા, ફુડ સમસ્યા, પાણીની સુરક્ષા, સાયબર સુરક્ષા સહિતના પડકારોના નિરાકરણ માટે આગળ વધવુ પડશે. ભારતમાં આ પીપ્સ જી20 બન્યું છે. દેશના 60 શહેરોમાં 200થી વધારે બેઠકો મળી છે. આફ્રિકન યુનિયનને જી20ની સ્થાયી સભ્યતા મળવી જોઈએ. આ પ્રસ્તાવને સૌની સહમતી છે. ભારતમાં જી20 સમિટમાં હાજરી આપવા આવેલા વિદેશી મહેમાનોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય સ્વાગત કર્યું હતું.