1. Home
  2. ગુજરાતી
  3. મેન મેઇડ ફેબ્રિક અને અહિંસક નેચરલ યાર્ન બનાવવા માટે આગળ વધીશું : કેન્દ્રીય મંત્રી દર્શનાબેન
મેન મેઇડ ફેબ્રિક અને અહિંસક નેચરલ યાર્ન બનાવવા માટે આગળ વધીશું : કેન્દ્રીય મંત્રી દર્શનાબેન

મેન મેઇડ ફેબ્રિક અને અહિંસક નેચરલ યાર્ન બનાવવા માટે આગળ વધીશું : કેન્દ્રીય મંત્રી દર્શનાબેન

0
Social Share

અમદાવાદઃ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રથમ વખત ગુજરાતના સુરત શહેરમાં 3 દિવસ માટે વીવનીટ એક્સઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રના કાપડ રાજ્યમંત્રી દર્શના જરદોશ, ઇન્ડોનેશિયાના કોન્સોલ જનરલ  ઉગુસ પી. સપ્ટોનો, ટેક્સટાઇલ સેક્રેટરી ઉપેન્દ્રસિંહ, ટેક્સટાઇલ કમિશનર રૂપ રાશિ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઇન્ડિયા બાંગ્લાદેશ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રેસિડન્ટ અબ્દુલ મતલબ અહમદ બાંગલાદેશથી વિડીયો કોન્ફરન્સથી લાઇવ હાજર રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી દર્શનાબેને જણાવ્યું હતું કે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે હવે હું સંકળાયેલી છું અને મારી ઓફિસમાં હવે ટેક્સટાઇલને લગતા પ્રશ્નોનો હલ મળશે. અમેએસએમઇ તેમજ સબસીડી બાબતમાં તેઓ પોતે પોઝિટિવ છે અને જ્યારે પણ આવો ત્યારે મારા તેમજ આપણા સેક્રેટરી યુ.પી સિંઘના દરવાજાઓ હંમેશા માટે ખુલ્લા છે. ગુજરાતમાં ખાસ કરીને કૉટનનું વધારે ઉત્પાદન થતું હોય છે એટલે અહીં કોટન ફેબ્રિક અને કોટન યાર્ન માટેનું મોટું હબ છે પરંતુ હવે મેન મેઇડ ફેબ્રિક તેમજ અહિંસક નેચરલ યાર્ન બનાવવા માટે પણ આપણે આગળ વધીશું. એક્ઝિબિશનમાં અમે સૌએ વધારે પડતો સમય નેચરલ જ્ઞાન અને તેમાંથી જે બનાવવામાં આવે છે તેમાં કાઢ્યો હતો, જે ખુબ જરુરી છે. આ અહિંસક યાર્ન છે જેના નિર્માણમાં કોઇ હિંસા થતી નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવી PLI યોજનાનો લાભ ગુજરાત અને ખાસ કરીને સુરત વધુ મેળવે તેવી ઈચ્છા છે. આપણે મેકિંગ ઈન્ડિયા સાથે હવે મેકિંગ સૂરત કોઈક એવી બ્રાન્ડનો વિકાસ કરવાની જરૂર રહેશે જેથી તે પ્રોડકટ સુરતના નામથી વિશ્વમાં પ્રખ્યાત થઈ શકે. માર્ચ-22 પછીના વર્ષ માટે ટફ યોજનામાં પણ સુધારો કરી રહ્યા છે.  ઉપરાંત, SITP, IPDS જેવી યોજનાઓની પુન:સમીક્ષા કરવાની વાત પણ એમણે કરી હતી.અસફળ રહી હોવાની વાતો છે તેનો અમે સુરતમાં અભ્યાસ કરીશું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code