
જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને આવ્યો હાર્ટ એટેક – દિલ્હીની એઈમ્સમાં કરાયા દાખલ
ઉનોરાજુ શ્રીવાસ્તવને હ્દયરોગનો હુમલો આવ્યો
- દિલ્હીની એઈમ્સમાં દાખલ કરાયા
મુંબઈઃ- જાણીતા કોમેડિયન અને ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ રાજુ શ્રીવાસ્તવને તાત્કાલિક દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેમણે હાર્ટ એટેક આવ્યો છે.
માહિતી મળી રહી છે કે તેઓ જ્યારે તેઓ વર્આઉટ કરી રહ્યા હતા ત્યારે તેમને આ હદ્ય રોગનો હુમલો પડ્યો હતો. તેઓ ટ્રેડમિલ કરતા વખતે અચાનક નચી પડી ગયા હતા, આ પછી તેમને ‘તાત્કાલિક દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. કોમેડિયનના ભાઈએ આ ઘટનાની જાણ કરી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે રાજુ શ્રીવાસ્તવને જીમમાં ટ્રેડમિલ પર દોડતી વખતે છાતીમાં અસહ્ય દુખાવો થયો અને તેઓ ત્યાને ત્યા જ બેહોશ થઈને પડી ગયા હતા. આ પછી રાજુને તાત્કાલિક એઈમ્સ હોસ્પિટલની ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જો કે તેમને તાત્હોકાલિક સારવાર મળી છે.ડોક્ટરોની ટીમે તેને બે વાર CPR આપ્યું અને તેઓ સ્વસ્થ થયા . હાલમાં તેઓને ઇમરજન્સીમાં ઓબ્ઝર્વેશન હેઠળ દાખલ કરાયા છે અને ઇમરજન્સી ટીમ દ્વારા તેની સંભાળ રાખવામાં આવી રહી છે. રાજુની સારવાર ડૉક્ટર નીતિશ ન્યાયની દેખરેખ હેઠળ ચાલી રહી છે.
રાજુ શ્રીવાસ્તવના પીઆરઓ, અજીત સક્સેનાએ મીડિયાને માહિતી આપી હતી કે તેઓ કેટલાક મોટા નેતાઓને મળવા માટે દિલ્હીમાં રોકાયા છે. બુધવારે સવારે તે જીમ ગયો હતા. ત્યાં તેમની તબિયત અચાનક બગડી હતી.