પશ્ચિમ બંગાળઃ 5500 જિલેટિન સ્ટિક અને 2300 ડિટોનેટર ભરેલી ટ્રક પકડાઈ, ચાલક-ક્લિનર ફરાર
દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવોમાં થયેલા વધારા વચ્ચે પશ્ચિમ બંગાળમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી હતી. તેમજ આ વિસ્ફોટકો ક્યાંથી આવ્યાં હતા અને ક્યાં લઈ જવાતા હતા. તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
પ્રાથમિક માહિતી અનુસાર પશ્ચિમ બંગાળની નજીક આવેલા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર હિંસાનો વધારો થયો છે. દરમિયાન બંગાળના બીરભૂમિ જિલ્લામાં પોલીસની ટીમ વાહન ચેકીંગ કરતી હતી. દરમિયાન પોલીસને વિસ્ફોટ ભરેલી ટ્રક પસાર થવાની હોવાની માહિતી મળી હતી. દરમિયાન પોલીસે શંકાના આધારે એક ટ્રક અટકાવી હતી. તેમજ અંદર તપાસ કરી હતી. ટ્રકમાંથી 5500 જિલેટિન સ્ટિક અને 2300 ડિટોનેટર મળી આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. બીજી તરફ ટ્રકનો ચાલક અને ક્લીનર પોલીસને ચકમો આપીને પલાયન થઈ ગયા હતા. મોટી માત્રામાં વિસફ્ટોક સામગ્રી મળી આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસનો ધમધમાટ તેજ બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ રાજકીય હુમલાના બનાવોમાં વધારો થયો છે. એટલું જ નહીં નજીકમાં આવેલા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર હુમલાના બનાવોમાં પણ ચિંતાજનક રીતે વધારો થયો છે. ત્યારે વિસ્ફોટક સામગ્રી મળી આવતા પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.