
અમદાવાદઃ દેશભરમાં કોરોનાના વધતા જતા કેસનો લીધે ગત વર્ષ કરતાં પણ વધુ ખતરનાક માહોલ બનવા લાગ્યો છે. લોકડાઉન, જનતા કર્ફ્યું, પાબંધીઓ, દર્દીઓ અને સ્વાસ્થ્ય ઉપકરણોની અછત સર્જાવવાનું શરૂ થઇ ગયું છે. ગત વર્ષે અનલોક બાદ પાટા પર પરત ફરેલી પશ્વિમ રેલવેએ જણાવ્યું છે કે કોવિડની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને મુસાફરોની માંગમાં ઘટાડો થવાને કારણે, આગામી સૂચના સુધી અમદાવાદની આઠ જેટલી સ્પેશિયલ ટ્રેનો રદ કરવામાં આવી છે.
દેશભરમાં કોરોનાને લીધે હવે લોકો મહત્વના કામ વગર બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. તેની અસર પરિવહન ક્ષેત્રે પણ પડી છે. પશ્વિમ રેલેવેને મુસાફરો ન મળવાને લીધે આઠ જેટલા ટ્રેન રૂટ્સ રદ કરવાની ફરજ પડી રહી છે. જેમાં મુંબઇ-અમદાવાદ-મુંબઇ શતાબ્દી સ્પેશિયલ 3 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે. મુંબઇ-અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર સ્પેશિયલ 3 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે. સુરત-મહુવા-સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ 5 મે 2021 થી આગળની સૂચના સુધી રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર-કોચુવેલી સ્પેશિયલ 4 મે 2021 થી અને ટ્રેન નંબર 09259 કોચુવેલી-ભાવનગર સ્પેશિયલ 6 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે. બાંદ્રા ટર્મિનસ-મહુઆ સ્પેશિયલ 5 મે 2021 થી અને ટ્રેન નંબર 09294 મહુઆ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 6 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે. ઇન્દોર-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ 3 મે 2021 થી અને ગાંધીનગર કેપિટલ-ઇન્દોર સ્પેશિયલ 4 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ ઓખા-નાથદ્વારા સ્પેશિયલ 5 મે 2021 થી અને નાથદ્વારા-ઓખા સ્પેશિયલ 6 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે. રાજકોટ-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ 6 મે 2021 થી અને દિલ્હી સરાય રોહિલા-રાજકોટ સ્પેશિયલ 7 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.બાન્દ્રા ટર્મિનસ – અમદાવાદ – બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ વિશેષ 1 મે 2021 થી આગળની સૂચના સુધી અમદાવાદ – કેવડિયા – અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ 1 મે 2021 થી આગળની સૂચના સુધી ઇન્દોર – ગાંધીધામ સ્પેશિયલ 2 મે 2021 થી આગળની સૂચના સુધી અને ગાંધીધામ – ઈન્દોર સ્પેશિયલ 3 મે 2021 થી આગળની સૂચના સુધી રદ કરવામાં આવશે. વર્તમાનમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના મહામારીની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને IRCTC ના અનુરોધ પર અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડતી અમદાવાદ – મુંબઈ તેજસ એક્સપ્રેસને 31 મે 2021 સુધી રદ કરવામાં આવી છે.