1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 26મી ઓક્ટોબરે ‘વેસ્ટર્ન ઝોન વાઈસ ચાન્સેલર્સ કૉન્ફરન્સ યોજાશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 26મી ઓક્ટોબરે ‘વેસ્ટર્ન ઝોન વાઈસ ચાન્સેલર્સ કૉન્ફરન્સ યોજાશે

0
Social Share

ગાંધીનગરઃ  રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2024 ની પૂર્વ ઉજવણીના ભાગરૂપે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા. 26મી ઓક્ટોબરના રોજ ‘વેસ્ટર્ન ઝોન વાઈસ ચાન્સેલર્સ કૉન્ફરન્સ ઓન ઈમ્પ્લીમેન્ટેશન ઓફ નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 ’ કોન્ફરન્સનું સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે આયોજન કરવામાં આવશે.

પ્રવક્તા મંત્રીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, આ એક દિવસીય કોન્ફરન્સનો શુભારંભ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ કરાવશે. જેના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી  ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાતના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી  ઋષિકેશ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી  પ્રફુલ્લ પાનશેરિયા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા રાજ્ય તેમજ દીવ, દમણ અને દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોની યુનિવર્સિટીઓના કુલપતિઓ, NEP નોડલ ઓફીઅરો અને નિષ્ણાતો મળી 480  જેટલા ડેલીગેટ્સ પણ આ કોન્ફરન્સમાં ભાગ લેશે. અલગ-અલગ ચાર સેશનમાં 20 જેટલા નિષ્ણાતો પોતાનાં વક્તવ્ય આપશે અને ચર્ચા-વિચારણા પણ કરશે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–2020 ભારતમાં 36  વર્ષ પછી શિક્ષણક્ષેત્રે ધરખમ સુધારો લાવતી એક મહત્વપૂર્ણ નીતિ છે. આજે દેશના અનેક રાજ્યોમાં આ નીતિનું સઘન અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, અને ગુજરાત NEP-2020ના સફળ અને અસરકારક અમલીકરણમાં પણ અગ્રેસર છે. આ કોન્ફરન્સ માટે એક ખાસ પોર્ટલ પણ શરુ કરવામાં આવ્યું છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code