1. Home
  2. ગુજરાતી
  3. આ તો કેવો શોખ, બ્લેક એલિયન બનવા માટે યુવાને શરીરના કેટલાક અંગો કપાવ્યાં
આ તો કેવો શોખ, બ્લેક એલિયન બનવા માટે યુવાને શરીરના કેટલાક અંગો કપાવ્યાં

આ તો કેવો શોખ, બ્લેક એલિયન બનવા માટે યુવાને શરીરના કેટલાક અંગો કપાવ્યાં

0
Social Share

દિલ્હીઃ દુનિયામાં એકથી એક ચઢીયાતી વ્યક્તિ ઉપસ્થિત છે. જેઓ પોતાને અલગ દેખાવા માટે કંઈ પણ કરી શકે છે. સુંદર બનવાની લ્હાયમાં કેટલાક લોકો પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી લે છે. ફ્રાન્સના એક યુવાને એલિયન બનવા માટે પોતાના શરીરના કેટલાક અંગે પણ કપાવ્યા છે. આ યુવાને એલિયન જેવો દેખાવા માટે નાકની સાથે હાથની કેટલીક આંગળીઓ અને હોઠનો પણ કેટલોક ભાગ કપાવી નાખ્યો છે. ફ્રાન્સના રહેનારો એન્થની લોફ્રેડો ઉપર એલિયન બનવાનું ઝૂનૂન સવાર હતું. એના ચક્કરમાં તેણે પોતાના ચહેરાના જરૂરી કેટલાક અંગો કપાવ્યાં હતા. હાથના વિચિત્ર પંજા માટે તેણે બે આંગડીઓ પણ કપાવી નાખી છે.

33 વર્ષિય એન્થની લોફ્રેડોએ પહેલા પોતાનું નાક, કાન અને હોઠ કપાવ્યાં છે. હવે તેણે પોતાના જમણા હાથની બે આંગડીઓ કપાવી નાખી છે. જે બાદ તેણે મેક્સિકો જઈને એક સર્જરી કરાવી છે. એટલું જ નહીં એન્થનીએ પોતાની એલિયન બનવાની ઇચ્છા પુરી કરવા માટે પહેલા પોતાના પુરા શરીર ઉપર કાળા રંગનો ટૈટૂ કરાવ્યો છે. બ્લેક એલિયન બનવા માટે તેણે કેટલીક સર્જરી કરાવી છે. તેણે સમગ્ર શરીર ઉપર તો કાળા રંગના ટૈટૂ કરાવવાની સાથે આંખોમાં પણ કાળા રંગનું ટૈટૂ કરાવ્યું છે. રિપોર્ટ અનુસાર બ્લેક એનિયલ જેવા દેખાવ માટે હજુ અન્ય સર્જરી પણ કરાવશે.

પહેલા એન્થની સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો પરંતુ તેને બ્લેક એલિયન બનવા માટે ગાર્ડની નોકરી છોડીને ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હતો. જ્યાં તેણે પોતાનો રૂપ બદલવાનો પ્રયાસ શરૂ કર્યો હતો અને અત્યાર સુધીમાં તેણે પોતાના રૂપમાં અનેકગણો ફેરફાર કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code