1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. 2001માં સંપૂર્ણ તબાહી બાદ કચ્છમાં જે કામ થયું છે તે અકલ્પનીય છે: પીએમ મોદી
2001માં સંપૂર્ણ તબાહી બાદ કચ્છમાં જે કામ થયું છે તે અકલ્પનીય છે: પીએમ મોદી

2001માં સંપૂર્ણ તબાહી બાદ કચ્છમાં જે કામ થયું છે તે અકલ્પનીય છે: પીએમ મોદી

0
Social Share

ભુજ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાત પર છે. આજે તેઓ કચ્છની મુલાકાતે પહોંચ્યા છે. આજે ભુજના જયનગરથી સ્મૃતિ વન સુધી 2.5 કિમીનો રોડ શો યોજાઇ રહ્યો છે. જેમાં 75 હજાર લોકો PMનું સ્વાગત કરી રહ્યા છે અને પીએમ મોદી લોકોનું અભિવાદન ઝીલ્યું હતુ જે બાદ તેમણે સ્મૃતિવનનું પણ ઉદ્ધાટન કર્યુ હતું. જે બાદ પીએમ મોદીને કચ્છમાં જેનમેદનીને સંબોધી હતી. જે સંબોધનની શરૂઆત પીએમ મોદીએ કચ્છી ભાષમાં કરી હતી.

પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત કચ્છી ભાષામાં કરી હતી. જે બાદ તેમણે જણાવ્યુ કે, આજે મન ઘણી ભાવનાઓથી ભરેલું છે. ભુજિયો ડુંગર, સ્મૃતિવન મેમોરિયલ અને અંજારમાં વીર બાળક સ્મારકનું લોકાર્પણ કચ્છની, ગુજરાતની આખા દેશની વેદનાનું પ્રતિક છે. તેમના નિર્માણમાં પરસેવો જ નહીં પરંતુ કેટલાય પરિવારના આંસુઓએ પણ આના ઇંટ પથ્થરોને સિંચયા છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે, મને યાદ છે કે, જ્યાપે ભૂકંપ આવ્યો હતો તેના બીજા દિવસે જ અહીં પહોંચી ગયો હતો. ત્યારે હું મુખ્યમંત્રી ન હતો; સાધારણ કાર્યકર્તા હતો. મને ખબર ન હતી કે હું કેટલા લોકોની મદદ કરી શકીશ. પરંતુ મેં નક્કી કર્યું હતુ કે હું તમારી વચ્ચે રહીશ.

પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યુ કે, મુશ્કેલ સમયમાં મેં કહ્યુ હતુ કે, આપણે આપદાને અવસરમાં બદલી શકીશું. મે એ પણ જણાવ્યું હતું કે, જે તમને રણ લાગે છે તે મને ભારતનું તોરણ લાગે છે. આજે હું લાલ કિલ્લાથી કહુ છુ કે, 2047માં ભારત વિકસિત દેશ બનશે. 2001માં સંપૂર્ણ તબાહી બાદ જે કામ થયુ છે તે અકલ્પનીય છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code