1. Home
  2. ગુજરાતી
  3. શું છે ISIS-K, જેણે મોસ્કોમાં ખ્રિસ્તીઓ પર વરસાવ્યો છે કેર, રશિયા સાથે દુશ્મનીનું મૂળ શું?
શું છે ISIS-K, જેણે મોસ્કોમાં ખ્રિસ્તીઓ પર વરસાવ્યો છે કેર, રશિયા સાથે દુશ્મનીનું મૂળ શું?

શું છે ISIS-K, જેણે મોસ્કોમાં ખ્રિસ્તીઓ પર વરસાવ્યો છે કેર, રશિયા સાથે દુશ્મનીનું મૂળ શું?

0
Social Share

નવી દિલ્હી: રશિયાની રાજધાની મોસ્કોમાં એક મ્યૂઝિક કન્સર્ટ દરમિયાન આતંકવાદી હુમલામાં 60થી વધારે લોકોના મોત નીપજ્યા છે અને 145 લોકો ઘાયલ થયા છે. આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ-કેએ આની જવાબદારી લીધી છે. આતંકી સંગઠને કહ્યુ છે કે તેણે ખ્રિસ્તીઓની ભીડને મારી નાખી છે. સૈન્ય વર્દીમાં સમારંભ સ્થાન પર પહોંચેલા આતંકવાદીઓએ અંધાધુંધ ગોળીબાર કર્યા બાદ બોમ્બ વિસ્ફોટ પણ કર્યો હતો, આનાથી મોટા પ્રમાણમાં લોકોના મોત નીપજ્યા છે.

આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે વ્લાદિમીર પુતિન રેકોર્ડતોડ વોટ સાથે પાંચમીવાર રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા છે. બીજી તરફ યુક્રેન યુદ્ધને કારણે રશિયા અમેરિકા સહીતના પશ્ચિમી દેશોની આંખમાં ખૂંચી રહ્યું છે અને બીજી તરફ ચીન અને ઉત્તર કોરિયા પુતિન સાથે દોસ્તીની નવી કહાનીઓ ઘડી રહ્યું છે. આ દરમિયાન આઈએસએ આ હુમલાના પહેલા જ તણાવપૂર્ણ ચાલી રહેલા પ્રાદેશિક રાજકારણને વધુ ગરમ કરી દીધું છે.

શું છે આઈએસઆઈએસ-કે?

ઈસ્લામિક સ્ટેટ એક આતંકવાદી સંગઠન છે. તેણે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા અથવા ઈસ્લામિક સ્ટેટ ઈરાક એન્ડ લિવેન્ટ પણ કહેવામાં આવે છે. ઈસ્લામિક સ્ટેટની અફઘાન શાખાને ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરોસાન નામથી ઓળખવામાં આવે છે. હાલ ઈરાન, તુર્કમેનિસ્તાન અને અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારોને સાંકળનારા એક ઐતિહાસિક ક્ષેત્રના નામ પર, આઈએસઆઈએસ-કે નામ રાખવામાં આવ્યું છે. તાજેતરમાં આ સંગઠને ઘણી ક્રૂર ઘટનાઓને પાર પાડી છે. આ 2014 બાદથી પૂર્વ અફઘાનિસ્તાનમાં વધુ સક્રિય રહ્યું છે.

તાલિબાન અને અમેરિકાના સૈન્ય અભિયાનના કારણે આઈએસઆઈએસ-કેની શક્તિ 2018માં ઓછી થઈ છે. છતાં તેનું આ આતંકી સંગઠન સમૂહ આ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ખતરો બનેલું છે, કારણ કે 2021માં અફઘાનિસ્તાનથી અમેરિકાના સૈનિકોની વાપસીએ કથિતપણે આવા કટ્ટરપંથી જૂથો સાથે લડવા અને ગુપ્તચર જાણકારી એકઠી કરવાની અમેરિકાની ક્ષમતા ઓછી થઈ છે. તેમ છતાં અમેરિકા ગુપ્તચર વિભાગને આઈએસઆઈએસ-કેના મોસ્કો હુમલાની ભનક પહેલા જ લાગી ગઈ હતી. અમેરિકાએ આ બાબતે રશિયાને જણાવ્યું પણ હતું.

આઈએસઆઈએસ-કેએ રશિયા પર શા માટે હુમલો કર્યો?

આ હુમલો રશિયા અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના તાજેતરમાં મધ્ય-પૂર્વમાં મોકલવામાં આવેલા સૈન્ય સમર્થકની વિરુદ્ધની દુશ્મનીને રાખાંકીત કરે છે. મહત્વપૂર્ણ છે કે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદના શાસનનું સમર્થન કરવા અને આઈએસઆઈએસ સહીત અન્ય કટ્ટરપંથી સમૂહોનો મુકાબલો કરવા માટે રશિયન સૈનિકોને સીરિયા મોકલ્યા હતા. આઈએસના આતંકીઓએ રશિયાના આ પગલાને પોતાના પરના રશિયન હુમલા તરીકે લીધું હતું.

આ સિવાય એક્સપર્ટ માને છે કે આઈએસઆઈએસ-કે રશિયાને એક એવા ખ્રિસ્તી વિસ્તાર તરીકે જોવે છે, જે મુસ્લિમો પર જુલ્મ કરે છે અને મુસ્લિમોના હિતોનો વિરોધ કરે છે. તેના પરિણામે, આઈએસના આતંકીઓ લાંબા સમયથી રશિયાને પાઠ ભણાવવાનું કાવતરું બનાવી રહ્યા હતા. મોટી વાત એ પણ છે કે આઈએસઆઈએસ-કેમાં ઊંચી રેન્કો પર મધ્ય એશિયાના આતંકવાદીઓ પદાસીન છે, જે રશિયાની સામે નફરત ધરાવે છે. માનવામાં આવે છે કે તાજેતરમાં સીરિયામાં રશિયાના સૈન્ય પગલાએ તેમની જૂની નફરતને હવા આપી અને આતંકવાદી સંગઠને આ પ્રકારે ખ્રિસ્તીઓની કત્લેઆમ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code