
બાળકો જ્યારે ઊંઘમાં હસે ત્યારે તેને શું સમજવું? આ છે તેનું કારણ
બાળક જ્યારે હસે ત્યારે તે બધાને સૌથી વધારે વ્હાલા લાગે, લોકો બાળકોને હસાવવા માટે પોતે ક્યારેક બાળક જેવું વર્તન પણ કરતા હોય છે પણ જ્યારે બાળક સુતુ હોય અને ત્યારે તે હસે તો તેને શું સમજવું? તો આ બાબતે વાત એવી છે કે બાળક જ્યારે જાગતુ હોય છે, ત્યારે તેની આસપાસ અનેક પ્રકારના અવાજ, કોલાહલ સંભળાતા હોય છે, તેને નવી નવી ચીજો જોવા મળતી હોય છે.
આ સમય દરમિયાન બાળકનું પ્રોગ્રેસિવ માઈન્ડ રોજ થનારી ઘટનાઓ અને જાણકારીઓને રેકોર્ડ કરી શકે છે. જો બાળકોના ઊંઘવા દરમિયાન તેમના મગજમાં ફરવા લાગે છે. આ સમયે બાળકના મગજમાં એ તમામ બાબતો રહી જાય છે, જે તેણે આસપાસ નિહાળી છે. આવામાં જ્યારે બાળક હેપ્પી ઈમોશનલ અનુભવે તો તે ઊંઘતા સમયે હસવા લાગે છે. આ એક ઈમોશનલ ડેવલપમેન્ટની પ્રોસેસ છે.
રિસર્ચ મુજબ, નવજાત બાળકોની ઊંઘની સાયકલ આરઈએણ સ્ટેજથી શરૂ થાય છે. સામાન્ય રીતે બાળકો દિવસમાં 16 થી 18 કલાક ઊંઘે છે. કારણ કે નવજાત બાળક વધુ આરઈએમ ઊંઘનો અનુભવ કરે છે. તેથી ઈન્વોલેન્ટરી મુવમેન્ટ્સના રિફલેક્ટના રૂપમાં મોટાભાગના બાળકો હસે છે. પરંતુ આરઈએમ સ્લીપ ફેઝને કારણે બાળક તેજીથી આઈ મુવમેન્ટ કરવા લાગે છે. તે સપના પણ જોવા લાગે છે. બાળક દિવસની મજેદાર વસ્તુઓને યાદ કરીને હસે છે.