1. Home
  2. ગુજરાતી
  3. નીલાંજના બની ઝી ટીવી ના શો ‘સારેગામાપા’ ની વિનર,ચમકતી ટ્રોફી સાથે આટલા લાખનો મળ્યો ચેક
નીલાંજના બની ઝી ટીવી ના શો ‘સારેગામાપા’ ની વિનર,ચમકતી ટ્રોફી સાથે આટલા લાખનો મળ્યો ચેક

નીલાંજના બની ઝી ટીવી ના શો ‘સારેગામાપા’ ની વિનર,ચમકતી ટ્રોફી સાથે આટલા લાખનો મળ્યો ચેક

0
Social Share
  • નીલાંજના બની શો સારેગામાપાની વિનર
  • ટ્રોફી સાથે જીત્યા 10 લાખ રૂપિયા
  • સારેગામાપા જીતીને ખૂબ જ ખુશ -નીલાંજના

મુંબઈ:પ્રખ્યાત સિંગિંગ રિયાલિટી શો સારેગામાપા ને આ સિઝનની વિનર મળી ગઈ છે.સૌથી વધારે વોટો સાથે વેસ્ટ બંગાળની નીલાંજના આ શો ની વિજેતા બની ગઈ છે. શોની વિનર બનનાર નીલાંજનાને એક ચમકદાર ટ્રોફી અને 10 લાખ રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો છે. તો, રાજશ્રી બાગ અને શરદ શર્મા આ સિઝનના પ્રથમ અને બીજા રનર અપ હતા.

ફર્સ્ટ રનર અપ રહેલી રાજશ્રીને મેકર્સ તરફથી 5 લાખ રૂપિયા જ્યારે શરદ શર્માને 3 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.શોની વિજેતા બનેલી નીલાંજનાએ કહ્યું કે,સારેગામાપા 2021 જીતીને ખૂબ જ ખુશ છે. આ સફર દરમિયાન દર્શકો તરફથી મળેલા પ્રેમ અને પ્રશંસા માટે તે ખૂબ જ આભારી છે. તેણે કહ્યું કે,આ મારા માટે એક ક્ષણ છે, જેને તે ક્યારેય ભૂલી શકે તેમ નથી.

શોના ગ્રાન્ડ ફિનાલે વિશે વાત કરીએ તો, નીલાંજના, રાજશ્રી અને શરદે રવિવારે પ્રસારિત થયેલા ગ્રાન્ડ ફિનાલે એપિસોડમાં તેમના શાનદાર પ્રદર્શનથી લોકોના મન જીતી લીધા હતા.ત્રણ ફાઇનલિસ્ટ ઉપરાંત, શોના અન્ય સ્પર્ધકોએ પણ સારેગામાપા ગ્રાન્ડ ફિનાલેમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું.નિલાંજના રે, શરદ શર્મા, રાજશ્રી બાગ, સંજના ભટ્ટ, અનન્યા ચક્રવર્તી અને સ્નિગ્ધાજિત ભૌમિક એ સભ્યોમાં હતા જેમણે શોની સિઝનમાં ટોચના 6 ફાઇનલિસ્ટમાં સ્થાન મેળવ્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code