1. Home
  2. ગુજરાતી
  3. માત્ર એક મહીનામાં પાકિસ્તાનના હોશ ઠેકાણેઃ-ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને ભારતમાંથી દવા આયાત કરવાની મંજૂરી
માત્ર એક મહીનામાં પાકિસ્તાનના હોશ ઠેકાણેઃ-ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને ભારતમાંથી દવા આયાત કરવાની મંજૂરી

માત્ર એક મહીનામાં પાકિસ્તાનના હોશ ઠેકાણેઃ-ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને ભારતમાંથી દવા આયાત કરવાની મંજૂરી

0
  • પાકિસ્તાનમાં જીવન રક્ષક દવાઓની અછત
  • ભારતથી દવાની આયાતને પાકિસ્તાને આપી મંજુરી
  • છેવટે પાકિસ્તાનની અક્કલ ઠેકાણે પડી
  • વ્યાપારિક સંબંધો તોડ્યા બાદ ફરી મંજુરી આપી

પાકિસ્તાને જ્યારે ભારત સાથેના વ્યાપારીક સંબધો તોડ્યા હતા ત્યારે ત્યાના વેપારીઓ એ મજબુર થઈને ભારત પાસે દવાઓ મંગાવાનું બંધ કર્યું હતુ,ત્યારે માત્ર થોડાજ દિવસોમાં પાકિસ્તાનના દવાખાનાઓમાં જીવન રક્ષક દવાઓની અછત ઊભી થઈ અને દવાના અભાવના કારણએ અનેક દર્દીઓની હાલત કફોડી બની છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 0 370 હટાવ્યા પછી, પાકિસ્તાને ભારત સાથેના તમામ વ્યાપારીક સંબંધોને એક ઝટકામાં સમાપ્ત કર્યા હતા, પાકિસ્તાનમાં ભારતીય ચીજ-વસ્તુઓનો બહિષ્કાર કરવાની ઝુંબેશ ચાલી રહી હતી. બંને દેશો વચ્ચે ટ્રેન સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. પાકિસ્તાન પોતાની નફરતમાં એટલું આંધળું બની ગયુ હતુ કે, ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ મૂક્યો હતો તે ઉપરાંત એવી જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કે, જેમાં ભારતીય કલાકારો કામ કરતા હોય.આમ પાકિસ્તાન બોખલાયેલું જોવા મળ્યું હતું.અને ભારત સાથેના તમામ સંબંધોનો અંત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે,આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારતની તૈયારીઓ સામે પાકિસ્તાન વેપારના મોરચે ભારતને નુકસાન પહોંચાડવા માગતું હતુ, ગમેતે કરીને તેઓ ભાપરતની શાંતિ ભંગ કરવા માંગતા હતા,જો કે માત્ર 30 દિવસની અંદર જ પાકિસ્તાને તેના નિર્ણયની સામે જુકવું પડ્યું છે. પાકિસ્તાનના આ પ્રતિબંધોની ભારત પર કોઈ ખાસ અસર પડી ન હતી, પરંતુ પાકિસ્તાનમાં ત્રાસ દાયક  સ્થિતિ સર્જાઇ હતી.

હાલ પાકિસ્તાનની ડ્રગ ઈંડસ્ટ્રીઝમાં તંગીનો માહોલ ચાલી રહ્યો છે,પાકિસ્તાને ભારત સાથેના વ્યાપારીક સંબંધો તોડ્યા હતા જેના કારણે ત્યાના વેપારીઓએ મજબુરીમાં ભારત પાસેથી કોઈ પણ ચીજ-વસિતુઓ મંગાવાનું બંધ કર્યું હતું,ત્યારે માત્ર ગણતરીના દિવસોમાં જ પાકિસ્તાનના દવાખાનાઓમાં જીવન રક્ષક દવાઓની અછત ઊભી થઈ હતી,દવા ન મળવાથી દર્દીઓની હાલત કફોડી બની હતી.

ત્યારે હવે પાકિસ્તાનને પોતાની ભૂલ સમજાય ગઈ છે,પાકિસ્તાનની અક્કલ ઠેકાણ આવી છે,લાચાર અને બેબસ પાકિસ્તાને હવે ભારત પાસેથી દવા મંગાવાની મંજુરી આપી દીધી છે,પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જીઓ ટીવી મુજબ ફેડરલ સરકારે સોમવારના રોજ ભારત પાસેથી જીવન રક્ષક દવાઓની આયાત કરવાની મંજુરી આપી છે.જેથી દર્દીઓના ઈલાજમાં મુશ્કેલી ઊભી ન થાય અને દર્દીઓને રાહત મળે.

પાકિસ્તાનના વાણિજ્ય મંત્રાલયે વૈશ્વિક નિયમનકારી આદેશ જારી કર્યો છે કે તેના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને ભારતમાંથી દવા આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે.સમાચાર એજન્સી પી.ટી.આઈ.ના જણાવ્યા અનુસાર, જુલાઇ મહિનામાં પાકિસ્તાને ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસેથી 1 અબજ 36 કરોડની દવાઓ મંગાવી હતી. 5 ઓગસ્ટના રોજ જ્યારે ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને હટાવવાનો નિર્ણય લીધો હતો ત્યારે પાકિસ્તાને ભારત સાથેના તેના વ્યાપારિક સંબંધો તોડ્યા હતા.જો કે પાકિસ્તાને હવે નાછૂટકે વ્યાપારીક સંબંધો કરવાજ પડશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.