
સાઉદી અરેબિયામાં મહિલાઓને કેટલાક પ્રતિબંધોથી મુક્તિ
- સાઉદી અરેબિયામાં મહિલાઓને રાહત
- કેટલાક પ્રતિબંધોમાંથી મુક્તિ
- પહેલી વાર બન્યું કંઈક આવું
દિલ્હી: સાઉદી અરેબિયા કે જો પોતાના દેશના ચુસ્ત નિયમોને કારણે પ્રખ્યાત છે, પણ જ્યારે તે દેશમાં કોઈ નિર્ણય લેવામાં આવે ત્યારે પણ તે દેશ લોકોની ચર્ચામાં આવે છે. અત્યારે પણ એવો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મહિલાઓને પ્રતિબંધોથી રાહત આપવાની વાત કરવામાં આવી છે. સૌપ્રથમ વખત સાઉદીની મહિલાઓએ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધો છે.
પોતાની રૂઢિચુસ્ત પરંપરાઓ માટે જાણીતા સાઉદી અરેબિયામાં પ્રથમ વખત વુમેન્સ કેમલ બ્યુટી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિષ્ઠિત રાજા અબ્દેલઅઝીઝ ફેસ્ટિવલનો એક ભાગ માનવામાં આવતી આ સ્પર્ધામાં ફક્ત પુરુષો જ તેમના સુંદર ઊંટ સાથે ભાગ લેતા હતા.
રાજધાની રિયાધના ઉત્તર-પૂર્વમાં આવેલા રુમા રણમાં સપ્તાહના અંતે યોજાયેલી સ્પર્ધામાં ભાગ લીધા પછી 27 વર્ષીય લામિયા અલ-રશીદીએ કહ્યું, “તે નાની હતી ત્યારથી જ ઊંટોમાં રસ હતો. તેણે કહ્યું કે તેના પરિવાર પાસે 40 ઊંટો છે. સ્પર્ધામાં સામેલ અન્ય એક યુવતી, જેણે રંગબેરંગી શાલથી પોતાનો ચહેરો ઢાંક્યો હતો, તેણે કહ્યું કે જ્યારે મહિલાઓ માટે આ ઇવેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે તેણે તેમાં ભાગ લેવાનું નક્કી કર્યું.
ઉલ્લેખનીય છે કે વૈશ્વિક સ્તરે સાઉદી અરેબિયા પૂર્વ સુધી તેની રૂઢિચુસ્ત પરંપરાઓ માટે ઓળખાય છે. જે અંતર્ગત મહિલાઓ પર ઘણા પ્રતિબંધો હતા, પરંતુ 2017માં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સત્તામાં આવ્યા બાદથી મહિલાઓ પરના કેટલાક પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે.