1. Home
  2. revoinews
  3. મહિલા દિવસ વિશેષઃ અરવલ્લી જિલ્લામાં ખેલો ઈન્ડિયા અસ્મિતા લીગ અંતર્ગત વિશેષ કાર્યક્રમોનું આયોજન
મહિલા દિવસ વિશેષઃ અરવલ્લી જિલ્લામાં ખેલો ઈન્ડિયા અસ્મિતા લીગ અંતર્ગત વિશેષ કાર્યક્રમોનું આયોજન

મહિલા દિવસ વિશેષઃ અરવલ્લી જિલ્લામાં ખેલો ઈન્ડિયા અસ્મિતા લીગ અંતર્ગત વિશેષ કાર્યક્રમોનું આયોજન

0
Social Share
  • અરવલ્લીની મહિલાઓને સક્રિય સહભાગી થવા કલેક્ટરનું હાર્દિક આમંત્રણ

મોડાસા, 8 માર્ચ, 2026 – Women’s Day Special આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પવિત્ર અવસર પર અરવલ્લી જિલ્લામાં ખેલો ઈન્ડિયા અસ્મિતા લીગ (Khelo India-ASMITA League) હેઠળ મહિલાઓના રમતગમત અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે માહિતી આપતાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે જણાવ્યું કે, કાર્યક્રમ કેન્દ્રીય યુવા કાર્ય અને રમત મંત્રાલય તથા MY Bharat પ્લેટફોર્મ દ્વારા દેશભરના ૨૫૦ જિલ્લાઓમાં મહિલા સશક્તિકરણ અને રમતગમતને પ્રોત્સાહન આપવાના રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે યોજાઈ રહ્યો છે, જેમાં હજારો મહિલાઓ અને યુવતીઓને રમતના માધ્યમથી આત્મવિશ્વાસ, નેતૃત્વ અને શારીરિક-માનસિક સ્વાસ્થ્ય મજબૂત કરવાની તક મળશે.

કાર્યક્રમ ૮ માર્ચ, ૨૦૨૬ (રવિવાર) ના રોજ સાવિત્રીબાઈ ફુલે જયંતીના દિવસે આયોજિત થશે, જેમાં અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે સવારે ૦૫:૩૦ કલાકેથી સહયોગ ચોકડીથી મહિલા પ્રતિભાગીઓ દ્વારા સાયકલિંગ ઇવેન્ટ અને સવારે ૦૭:૦૦ કલાકેથી ઓધારી તળાવથી શ્રી જે. બી. શાહ ઇ.એમ.આઈ. સ્કૂલ સુધી વૉકેથોન યોજાશે.

અરવલ્લી જિલ્લાની મહિલાઓને સંબોધિત કરતાં કલેક્ટર પ્રશસ્તિ પારિકે વિશેષ અપીલ કરી કે, “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ માત્ર ઉજવણી નથી, પરંતુ નારી શક્તિને આગળ વધારવાની અને સમાજમાં તેની ભૂમિકાને મજબૂત કરવાની તક છે; અરવલ્લીની દરેક મહિલા, યુવતી અને બાળકીને આ કાર્યક્રમમાં સક્રિય રીતે સહભાગી થવા માટે હું હાર્દિક આમંત્રણ આપું છું..આવો, સાથે મળીને રમતગમત દ્વારા આપણી તાકાત દર્શાવીએ, એકબીજાને પ્રોત્સાહન આપીએ અને જિલ્લાને વધુ સ્વસ્થ તથા સશક્ત બનાવીએ!”

જિલ્લાની તમામ સંસ્થાઓ, અધિકારીઓ, શાળા-કોલેજો, યુવા સંગઠનો તથા સમાજના તમામ વર્ગોને આ કાર્યક્રમને ભવ્ય બનાવવા સહયોગ આપવા વિનંતી છે અને વધુમાં વધુ મહિલાઓને જોડવા અપીલ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ વર્તમાન સમયમાં માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે ‘સાયકોલોજીકલ ઇમ્યુનિટી’ ઉપર ધ્યાન આપવું જરૂરી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code