

ભાજપમાં રમત જગત સાથે જોડાયેલી બે શખ્સિયત સામેલ થઈ છે. મહિલા પહેલવાન બબીતા ફૌગાટ અને તેમના કોચ તથા પિતા મહાવીર ફૌગાટ આજે ભાજપમાં જોડાયા છે. ભાજપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આનો લાઈવ વીડિયો પણ શેયર કરવામાં આવ્યો છે.
Wrestler Babita Phogat with father Mahavir Singh Phogat join BJP https://t.co/0PQ2WjPJIr
— BJP (@BJP4India) August 12, 2019
મહાવીર ફૌગાટે કહ્યુ છે કે હું અને મારી પુત્રી બંને ભાજપમાં જોડાઈ રહ્યા છીએ. 2019ની લોકસભાની ચૂંટણી પહેલા ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર પણ ભાજપમાં જોડાયા હતા અને ચૂંટણી જીતીને સાંસદ પણ બની ચુક્યા છે. મહત્વપૂર્ણ છે કે હરિયાણા વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબરમાં યોજાવાની છે અને આ બંનેના ભાજપમાં સામેલ થવાથી પાર્ટીની સ્થિતિ મજબૂત થશે.
Delhi: Wrestler Babita Phogat and her father Mahavir Singh Phogat join Bharatiya Janata Party in the presence of Union Minister Kiren Rijiju. pic.twitter.com/p4itp7hxMX
— ANI (@ANI) August 12, 2019
આ પહેલા મહાવીર ફોગાટે દુષ્યંત ચૌટાલાની પાર્ટી જનનાયક જનતા પાર્ટીનો હાથ પકડયો હતો. તેમને જેજેપીની સ્પોર્ટ્સ વિંગના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જેજેપી માટે આ એક મહત્વની સફળતા માનવામાં આવી રહી હતી.
કોમનવેલ્થ ગેમ્સમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પોતાના નામે કરી ચુકેલી બબીતા ફૌગાટ જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવવાનું જોરદાર સમર્થન કર્યું હતું. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે લઠ ગાડ દિયા, ધુમ્મા ઠા દિયા.