
યશવંત સિન્હા હશે વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર,27 જૂને નોંધાવશે ઉમેદવારી
- યશવંત સિન્હા હશે વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
- મમતાના પ્રસ્તાવને 19 દળોની સહમતિ
- 27 જૂને નોંધાવશે ઉમેદવારી
દિલ્હી:દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ થવાની છે, પરંતુ તમામની નજર રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો પર છે.આવી સ્થિતિમાં વિપક્ષ તરફથી પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સિન્હા 27 જૂને સવારે 11.30 કલાકે ઉમેદવારી નોંધાવશે
મંગળવારે વિપક્ષની બેઠકમાં ટીએમસીએ યશવંત સિંહાનું નામ આગળ કર્યું, જેને 19 વિપક્ષી દળોનું સમર્થન મળ્યું. બેઠક પહેલા સિન્હાએ ટ્વિટ કર્યું હતું કે TMCમાં મને જે સન્માન અને પ્રતિષ્ઠા આપવામાં આવી છે તેના માટે હું મમતા બેનર્જીનો આભારી છું.
તેમણે વધુમાં કહ્યું કે,હવે સમય આવી ગયો છે કે જ્યારે મોટા રાષ્ટ્રીય હેતુ માટે મારે પાર્ટી સિવાય વિપક્ષી એકતા માટે કામ કરવું જોઈએ.મને ખાતરી છે કે પાર્ટી મારા પગલાને સ્વીકારશે.