
યુવકનો હેરાન કરનાર સ્ટંટ સોશિયલ મીડિયામાં વાયરલ,લોકોએ કહ્યું…..
- યુવકનો એવી જગ્યા પર સ્ટંટ
- વીડિયો જોયા બાદ લોકો ચીસો પાડી ઉઠયા
- ટેકરીની ટોચ પરથી બેકફ્લિપ મારી
કંઈક અનોખું અને અલગ કરવાની ઈચ્છામાં કેટલાક લોકો પોતાનો જીવ જોખમમાં મૂકતા પણ ખચકાતા નથી.ખાસ કરીને આ સ્ટંટ વીડિયોમાં જોવા મળશે.ઘણી વખત લોકો અપ્રિય ઘટનાઓનો ભોગ પણ બન્યા છે.આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આવો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોયા બાદ લોકો ચીસો પાડી ઉઠ્યા છે.વીડિયોમાં એક યુવક ટેકરીની ટોચ પર બેકફ્લિપ કરતો જોવા મળે છે.તમે જોઈ શકો છો કે અહીં એક ભૂલ થઈ ગઈ અને આ છોકરાનો જીવ ગયો.આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેણે પણ જોયું તે આશ્ચર્યચકિત થઈ ગયું.
વાયરલ વીડિયો ક્લિપમાં તમે જોઈ શકો છો કે એક યુવક ટેકરીની ટોચ પર ઊભો છે, જ્યાં નીચે ખાઈ જોવા મળી રહી છે. આ પછી, તે જે પણ કરશે,તે જોઈને તમારા રુંવાટા ઉભા થઇ જશે.આ યુવક ટેકરીની બાજુએ બેકફ્લિપ કરીને નીચે ખડક પર લેન્ડ કરે છે.આ નજારો જોઈને કોઈ પણ નવાઈ પામશે.કારણ કે થોડી ભૂલ અને છોકરો સેંકડો ફૂટ નીચે ખાઈમાં પડી શકતો હતો.તો ચાલો પહેલા આ વિડીયો જોઈએ.
આ સ્ટંટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર parkour_tribe નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.યુઝરે કેપ્શનમાં લખ્યું, વેબસ્ટર ડાઉનહિલ. જોકે,આ વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સ સ્ટંટ બોય પર ગુસ્સે છે લોકોનું કહેવું છે કે,માત્ર નશાખોર વ્યક્તિ જ આવું મૂર્ખામીભર્યું કૃત્ય કરશે.
એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે, ‘ ભાઈ જો ખડક પરથી સરકીને ખાઈમાં પડી ગયા હોત તો કદાચ આ વીડિયોને વધુ લાઈક્સ મળ્યા હોત.’ અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે, ખબર નહીં પણ કેટલાક લોકો સાથે શું સમસ્યા છે. સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા માટે આ લોકો પોતાના જીવ સાથે રમવા માટે તૈયાર છે.