1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો,પોલીસ પર કાર ચઢાવવા મામલે ધરપકડ
યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો,પોલીસ પર કાર ચઢાવવા મામલે ધરપકડ

યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો,પોલીસ પર કાર ચઢાવવા મામલે ધરપકડ

0
Social Share
  • વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મુશ્કેલી વધી
  • પોલીસ પર ગાડી ચડાવતો વીડિયો આવ્યો સામે
  • કોર્ટમાં રજૂ કરતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

ગાંધીનગર:વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ગાંધીનગરમાં ધરપકડ કરાઈ  છે.યુવરાજસિંહની ધરપકડ કર્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે.ગાંધીનગર પોલીસ હેડકવાર્ટરમાં યુવરાજસિંહ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને પોલીસ જવાનો પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.જો ગાડી ન રોકાઈ હોત તો કોન્સ્ટેબલને ઈજા કે મૃત્યુ થવાની સંભાવના હતી.

પોલીસ પર ગાડી ચડાવતો વિડીયો સામે આવ્યો છે.આ વીડિયો યુવરાજસિંહની જ ગાડીના કેમેરામાં રેકોર્ડ થયો હોવાનું રેન્જ આઇજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું.

પોલીસે યુવરાજસિંહ સામે કલમ 322 અને કલમ 307 મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે યુવરાજસિંહના મોબાઈલ જપ્ત કરીને FSLમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે. FSLના રિપોર્ટમાં જો કંઈ વાંધાજનક નીકળશે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.જ્યારે યુવરાજના સમર્થકો કોર્ટ ખાતે ઉમટી ન પડે તે માટે અગાઉથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

યુવરાજસિંહને છોડવા માટે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલે છે પણ જ્યારે લોકો વીડિયો જોશે તો તેમને પણ સત્ય ખબર પડી જશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code