1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનના સપના થયા ચુરચુરઃ વિશ્વકપમાંથી પાકિસ્તાન બહાર
પાકિસ્તાનના સપના થયા ચુરચુરઃ વિશ્વકપમાંથી પાકિસ્તાન બહાર

પાકિસ્તાનના સપના થયા ચુરચુરઃ વિશ્વકપમાંથી પાકિસ્તાન બહાર

0
Social Share

હાલ જ્યારે વિશ્વકપ રમાઈ રહ્યો છે ત્યારે પાકિસ્તાને જે વિશ્વકપ રમવાના સપના જોયા હતા જે તૂટી ચુક્યા છે .પાકિસ્તાને બાંગલાદેશને 94 રને હરાવ્યું હતુ. પાકિસ્તાન માટે શાહિદ આફ્રિદીએ 9.1 ઓવરમાં 35 રન કરીને 6 વિકેટ આપી હતી. તો પાકિસ્તાન માટે વિશ્વ કપમાં 6 વિકેટ લેનાર આફ્રિદી પ્રથમ છે ધાકત રીતે સ્પેલ નાખીને તેણે છ વિકેટ હાંસલ કરતા પાકિસ્તાને આ વિશ્વકપમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશને ૯૪ રનથી હરાવ્યું હોવા છતાં તે વર્લ્ડ કપની સેમિફાઇનલ રેસમાંથી બહાર થઇ ગયું છે

આમ પાકિસ્તાનને વર્લ્ડ કપની સેમિ ફાઈનલની રેસમાંથી આઉટ કર્યા બાદ બાંગ્લાદેશનો પરાજય થયો હતો. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરતાં ન્યૂઝીલેન્ડનો સેમિ ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરવાનો ઈંતજાર વધાર્યો હતો. આ પછી પાકિસ્તાને ૯ વિકેટે ૩૧૫નો સ્કોર ખડકતાં તેમણે સેમિ ફાઈનલમાં પ્રવેશવા માટે બાંગ્લાદેશને ૭ રનમાં જ ઓલઆઉટ કરવું પડે તેમ હતુ. જોકે તમીમ ઈકબાલે આમેરે નાંખેલી ઈનિંગની બીજી ઓવરના પાંચમા બોલ પર ૧ રન લેતાં બાંગ્લાદેશના સ્કોરને ૮ પર પહોંચાડયો હતો અને આ સાથે પાકિસ્તાન સેમિ ફાઈનલની રેસમાંથી બહાર ફેંકાયું હતુ અને ન્યૂઝીલેન્ડ ચોથી ટીમ તરીકે સેમિ ફાઈનલમાં નિશ્ચિત બન્યું હતુ. 

સેમિ ફાઈનલની રેસમાંથી બહાર ફેંકાયેલા પાકિસ્તાને આખરે બાંગ્લાદેશ સામે વિજય મેળવ્યો હતો. જીતવા માટેના ૩૧૬ના ટાર્ગેટ સામે  બાંગ્લાદેશે 221 રન બનાવ્યા હતા. આ પહેલા ટોસ જીતીને પાકિસ્તાને ઈમામના ૧૦૦ અને બાબરના ૯૬ની મદદથી ૯ વિકેટે ૩૧૫નો સ્કોર બનાવીને 5 વિકેટ લીધી હતી.

વર્લ્ડ કપની 43મી મેચમાં લંડનના લોર્ડ્સ ખાતે પાકિસ્તાને બાંગ્લાદેશને 94 રને પરાજીત કર્યું હતુ . પાકિસ્તાન માટે આફ્રિદીએ 9.1 ઓવરમાં 35 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તે પાકિસ્તાન માટે વર્લ્ડ કપમાં 6 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે. તે સાથે જ તે ટૂર્નામેન્ટમાં 5 વિકેટ લેનાર સૌથી યુવા સાબિત થયો છે. જયારે બાંગ્લાદેશ શાકિબ અલ હસને ટૂર્નામેન્ટમાં પોતાની સાતમી ફિફટી ફટકારી હતી. તે ઉપરાંત આ ટૂર્નામેન્ટમાં 600 રન કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો.

આમ પાકિસ્તાને બાંગલા દેશને પરાજીત કર્યું પાવા છતા તે વિશ્વ કપમાથી બહાર થઈ ગયું છે આ મેચમં પાકિસ્તાન ને ફટકો વાગ્યો છે.પાકિસ્તાનના વિશ્વ કપમાં રમવાના સપનાઓ નો અંત આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code