
ભાજપના SC મોરચાની રાષ્ટ્રીય કારોબારી જાહેરઃ પાંચ ગુજરાતીઓને મળ્યું સ્થાન
અમદાવાદઃ દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપનું સંગઠનને વધારે મજબુત કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ભાજપ દ્વારા એસસી મોરચાની રાષ્ટ્રીય કારોબારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતની બે મહિલાઓ સહિત પાંચ આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એસસી મોરચાની રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતના પાંચ આગેવાનોનો સમાવેશ કરવામાં આવતા ભાજપના કાર્યકરોમાં ખુશી ફેલાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના એસસી મોરચાની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત થઈ છે. અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્ય દ્વારા 31 સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના 5 આગેવાનોને સ્થાન મળ્યું છે. રાષ્ટ્રીય કારોબારીમાં દર્શનાબેન વાઘેલા,પુનમભાઈ મકવાણા, આત્મારામ પરમાર અને ભાનુબેન બાબરીયાને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત ઈશ્વર પરમારનો સ્થાયી આમંત્રિત સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમને ટિકીટ ન હતી મળી તેમને સંગઠનમાં સ્થાન આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.