1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ શહેર-જિલ્લામાં વર્ષ દરમિયાન 1.59 લાખ દસ્તાવેજોથી સરકારને 894 કરોડથી વધુ આવક થઈ
રાજકોટ શહેર-જિલ્લામાં વર્ષ દરમિયાન 1.59 લાખ દસ્તાવેજોથી સરકારને 894 કરોડથી વધુ આવક થઈ

રાજકોટ શહેર-જિલ્લામાં વર્ષ દરમિયાન 1.59 લાખ દસ્તાવેજોથી સરકારને 894 કરોડથી વધુ આવક થઈ

0
Social Share

રાજકોટઃ ગુજરાત સરકારને રેવન્યુ વિભાગની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં જંત્રીની ફીમાં વધારો કરાયા બાદ આવક વધતી જાય છે. રાજકોટ શહેર અને જિલ્લામાં એક વર્ષમાં જમીન-પ્રોપર્ટીના 159 લાખ દસ્તાવેજો થયા છે. અને વર્ષ દરમિયાન સરકારને 894 કરોડની વધુની આવક થઈ છે.

રાજકોટ શહેર અને જિલ્લાની 18 સબ રજિસ્‍ટ્રાર કચેરીમાં જમીન-મકાન-ફલેટ-દુકાનની ખરીદી-વેચાણ અંગે વર્ષ 2023માં એક વર્ષમાં 1.59 લાખ દસ્તાવેજોની નોંધણી થઈ હતી. જેના થકી  સરકારને રૂ.894 કરોડની આવક થઈ હતી. રાજકોટ શહેર અને જિલ્લામાં જાન્‍યુઆરીથી ડિસેમ્‍બર – 2023 દરમિયાન જમીન-મકાનની ખરીદીમાં ભારે તેજી જોવા મળી હતી. એક વર્ષમાં રાજકોટની 8 ઝોનલ કચેરી સહિત 18 ઝોનમાં કુલ 1,59,745 દસ્‍તાવેજોની નોંધણી થઇ હતી. જેના કારણે સરકારને કુલ ફીની 127 કરોડ તથા વપરાયેલ ડયુટી 766 કરોડ મળી કુલ 894 કરોડ 64 લાખ 31 હજાર 456ની તોતીંગ આવક થઇ હતી.

રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ  વર્ષ દરમિયાન સૌથી વધુ દસ્‍તાવેજ રાજકોટ-2, મોરબી રોડ ક્ષેત્રમાં 18,975 તો સૌથી ઓછા વીંછીયા ક્ષેત્રમાં 1,037 દસ્‍તાવેજો નોંધાયા હતા.જયારે રાજકોટ-3 માં રતનપર- 11,265, મોટામવા 9,100, રાજકોટ રૂરલ – 9,877, કોટડા સાંગાણી 6,869, રૈયા ક્ષેત્રમાં 13,014, કોઠારીયા 7,941, જેતપુર-8,538, રાજકોટ-1 માં 10,411, ધોરાજી- 4,115, મવડી- 14,545, જામકંડોરણા-1,360, જસદણ- 6,753, ગોંડલ- 15,886, પડધરી- 4,024, લોધીકા- 10,609, ઉપલેટા- 5,426, દસ્‍તાવેજો એક વર્ષ દરમિયાન નોંધાયા હતા.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  ડીસેમ્‍બર- 2023ના મહિનામાં ખરીદ-વેચાણમાં ભારે તેજી જોવા મળી હતી, 16 ડિસેમ્‍બરથી કમૂરતા શરૂ થતા હોય તે પહેલા દસ્‍તાવેજો કરી લેવા પડાપડી થઇ હતી. પરિણામે નવેમ્‍બરની સરખામણીએ ડિસેમ્‍બરમાં 1,500થી વધુ દસ્‍તાવેજો નોંધાયા હતા. કુલ 18 સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં 12,101 દસ્‍તાવેજોની નોંધણી થઇ. તેમાં સૌથી વધુ મોરબી રોડ વિસ્‍તારમાં- 1,541 તો સૌથી ઓછા જામકંડોરણા ક્ષેત્રમાં 69 દસ્‍તાવેજો નોંધાયા હતા. સરકારને ડિસેમ્‍બરની તેજીને કારણે ફી અને સ્‍ટેમ્‍પ ડયુટી મળી કુલ 65 કરોડ 4 લાખ 31 હજારથી વધુની આવક થઇ હતી. ડીસેમ્‍બર માસમાં અન્‍ય 16 સબ રજીસ્‍ટ્રારમાં નોંધાયેલ દસ્‍તાવેજોની વિગતો જોઇએ તો રતનપર- 802, રાજકોટ-1,734, મોટા મવા- 648, કોટડા સાંગાણી- 528, રૈયા- 892, જેતપુર- 708,રાજકોટ રૂરલ – 828, જામકંડોરણા- 69, ધોરાજી 337, મવડી- 1,145, કોઠારીયા- 664, જસદણ- 462, ગોંડલ- 1,220, પડધરી- 339, લોધીકા- 683, ઉપલેટા- 406, વિંછીયા- 95 દસ્‍તાવેજો નોંધાયા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code