
ઇન્ટરનેટનો વપરાશ નથી કરતા તેની તુલનામાં ઇન્ટરનેટ યુઝર્સ વધારે ખુશ અને સંતુષ્ટઃ રિસર્ચ
અત્યાર સુધી આપણે એવું જ સાંભળતા આવ્યા છીએ કે મોબાઈલ કે ઇન્ટરનેટના ઉપયોગથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. પણ એક સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગ્લોબલ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, ઇન્ટરનેટનો ઉપયોગ આપણા મેન્ટલ હેલ્થ માટે ફાયદાકરક સાબીત થઈ શકે છે. તેમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ઇન્ટરનેટના ઉપયોગથી સંતુષ્ટિનું સ્તર પણ ઇંક્રીઝ થાય છે.
168 દેશોમાં 20 લાખથી વધુ લોકો પર કરવામાં આવેલી સ્ટડીમાં ચોંકાવનારા રિઝલ્ટ સામે આવ્યા છે. આ સ્ટડી ઓક્સફર્ડ યુનિવર્સિટીની ઇન્ટરનેટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી હતી. જે સ્ટડી શોધકર્તાઓએ વર્ષ 2006થી 2021 સુધી કરવામાં આવી હતી. તેના ડેટાનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું કે, ઈન્ટરનેટના ઉપયોગથી સકારાત્મક અસર પડે છે. તેનાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.
આ સ્ટડીમાં લોકોના માનસિક સ્વાસ્થ્યના આંકડા ભેગા કરવામાં આવ્યા હતા, તે આંકડા મુજબ જે લોકો ઇન્ટરનેટનો વપરાશ નથી કરતા તેની તુલનામાં ઇન્ટરનેટ યુઝર્સ વધારે ખુશ અને સંતુષ્ટ મહેસૂસ કરે છે. આ સ્ટડીમાં કેટલીક નકારાત્મક બાબતો પણ સામે આવી છે. પરંતુ ઓવરઓલ જોવામાં આવે તો, આ સ્ટડીમાં ઇન્ટરનેટના વપરાશથી નુકશાન કરતા ફાયદો વધુ છે.
ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેટનો ઉપયોગ સકારાત્મક હોઈ શકે છે, જેમાં સોશિયલ કનેક્ટિંગ, પોઝિટિવ સામગ્રી શોધવામાં તમારા માટે ફાયદાકારક હોય શકે છે. પરંતુ જો આંખોના ડૉક્ટરનું માનીએ તો સ્ક્રીન ટાઇમ કંટ્રોલ કરવો જોઈએ, નહીં તો આંખની સમસ્યા થઇ શકે છે. વધારે સમય સ્ક્રીન સામે બેસીને ઈન્ટરનેટના વપરાશથી આંખોની દષ્ટિ, આઇ ઇરિટેશન સહિતની સમસ્યા થઈ શકે છે. જેથી સાવધાની પૂર્વક ઇન્ટરનેટનો વપરાશ કરવો જોઈએ.