
ગુજરાતના દ્વારકાના શિવરાજપુર સહિત 10 દરિયાકિનારાને બ્લુ ફ્ગેલ બીચ સર્ટિફિકેશન અપાયું
નવી દિલ્હીઃ ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ હેઠળ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC) એ બીચ એન્વાયર્નમેન્ટ એન્ડ એસ્થેટિક મેનેજમેન્ટ સર્વિસ (BEAMS) પ્રોગ્રામનું પ્રાયોગિક ધોરણે આયોજન કર્યું છે. આ કાર્યક્રમ હેઠળ, બ્લુ ફ્લેગ બીચ સર્ટિફિકેશન માટે આંતરરાષ્ટ્રીય ધોરણો હાંસલ કરવાના હેતુથી ઓળખાયેલા બીચ પર પ્રદૂષણ નિવારણ, બીચ જાગૃતિ, સૌંદર્ય શાસ્ત્ર, સલામતી, સર્વેલન્સ સેવાઓ અને પર્યાવરણ શિક્ષણ વગેરે સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, 6 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા કુલ 10 દરિયાકિનારાને સલામતી અને પર્યાવરણીય રીતે ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વીકાર્ય નહાવાના પાણીની ગુણવત્તા, સ્વ-ટકાઉ ઉર્જા પુરવઠો અને પર્યાવરણને યોગ્ય સેવાઓ/વ્યવસ્થાપનના પગલાં સાથે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય દરિયાકિનારાની સમકક્ષ વિકસાવવામાં આવ્યા છે. દરિયાકિનારા કે જેને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે.
ગુજરાતના દ્વારકાના શિવરાજપુર, દીવ-દમણ અને દાદરા નગર હવેલીનો ઘોઘલા, કર્ણાટકના ઉડ્ડુપીના પદુબિદ્રી, કર્ણાટકના કોઝિકોડનો કપ્પડ, તમિલનાડુનો કાંચીપુરનો કોવલમ, પુડુંચેરીનો એડન, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમનો રૂશીકોંડા, ઓડિશાના પુરી જિલ્લાના ગોલ્ડન અને આંદામાન અને નિકોબાર ટાપુનો રાધાનગરનો દરિયા કિનારાને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES) હેઠળના નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ (NCCR) એ ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારે વિવિધ દરિયાકિનારા પર કચરાના ગુણાત્મક વિશ્લેષણ પર અભ્યાસ હાથ ધર્યો હતો. અભ્યાસો દર્શાવે છે કે, પ્રવાસનમાંથી પ્લાસ્ટિકની કચરો 40% થી 96% સુધી બદલાય છે. MoEF&CC અને MoES દ્વારા હાથ ધરાયેલા અભ્યાસો મુજબ, મોટાભાગના બંદરો અને દરિયાકિનારા પર કચરો વધુ છે.